RSS

Category Archives: Uncategorized

ચિત્ર

RajatParv


IMG-20160403-WA0000

Advertisements
 
Leave a comment

Posted by on 06/04/2016 in Uncategorized

 

ગદ્યકાવ્ય સ્પર્ધાનું પરિણામ


Tst

ભાવનગર ગદ્યસભા આયોજિત ગદ્યકાવ્ય સ્પર્ધાનું પરિણામઃ
પ્રથમ વિજેતા કૃતિ- ‘સ્ત્રી’ – રમણીક અગ્રાવત (નર્મદાનગર, ભરૂચ)
દ્વિતીય વિજેતા કૃતિ – ‘કુંડવાવ’ – નટવર હેડાઉ (વાવોલ, ગાંધીનગર)
તૃતીય વિજેતા કૃતિ – ‘મને વિજ્ઞાન પર ભરોસો નથી’ -હરીશ દાસાણી (મુંબઈ)

પ્રોત્સાહન ઈનામ – ‘ચૂંટણીઓ પૂરી થઈ’ -વિરેન પંડ્યા

(નિર્ણાયક શ્રી યજ્ઞેશભાઈ દવે, રાજકોટ)
વિજેતાઓને અભિનન્દન.

અભિવાદન નો કાર્યક્રમ તા-૨૩ જુલાઈ, ૨૦૧૪ બુધવારના રોજ શ્રી બી.એમ.કોમર્સ. હાઈસ્કૂલ સભાખંડ, ઘોઘાસર્કલ, ભાવનગર ખાતે સાંજે ૫-૦૦ કલાકે રાખવામાં આવેલ છે, તો તમામ સ્પર્ધકો અને વિજેતાઓને હાર્દિક આમંત્રણ.
-ભાવનગર ગદ્યસભા.

 
 

ભાવનગર ગદ્યસભા આયોજિત એકાંકીસ્પર્ધામાં પ્રથમ નંબરે આવેલું એકાંકી -એક નવા સૂરજને શમણે (-નીલમ દોશી)એક નવા સૂરજને શમણે.. (પ્રથમ વિજેતા એકાંકી – નીલમ દોશી)

પાત્રો.. ઇશાન, ઇશા, સપના, માધવી, મીલી, પ્રિયા, નેહલ..અંકિત, ( બધા યુવાન.. કોલેજમાં ભણતા છોકરા, છોકરીઓ .. અહીં છોકરીઓ અને છોકરાઓની સંખ્યા અનુકૂળતા મુજબ વધારી કે ઘટાડી શકાય..)
સ્થળ .. કોલેજનું કંપાઉન્ડ..( કોઇ પણ કોલેજના નામનું બોર્ડ દર્શાવવું )
( પડદો ખૂલે છે ત્યારે કોલેજ કમ્પાઉન્ડમાં આઠથી દસ છોકરા અને છોકરીઓનું ટોળું ગપસપ કરતું ઊભું છે. અહીં અનુકૂળતા મુજબ પાત્રની સંખ્યા વધારી કે ઘટાડી શકાય. મજાક મસ્તીનું વાતાવરણ.. બધા કોઇક વાત પર મસ્તી કરતા..ગણગણતા ઊભા છે. આખું ગ્રુપ બિન્દાસ અને મોર્ડન દેખાય છે. બધાના હાથમાં એકાદ બે ચોપડીઓ છે. છોકરીઓએ ખબ્ભે પર્સ ટીંગાડેલું છે. માથા ઉપર ગોગલ્સ ચડાવેલા છે. કોઇએ જિન્સ, કોઇએ પંજાબી ડ્રેસ પહેર્યો છે. )
સપના.. અરે, યાર આજે આ પંતુજી ત્રિવેદી સરે ખરા બોર કરી દીધા..
મીલી.. સપના..જરા ધ્યાન રાખીને બોલજે હૉં.. આ અવની પણ અહીં હાજર છે. એની ખાસ ચમચી. ત્રિવેદી સરને કહી દેશે તો આપણે બધા પાસ થઇ રહ્યા.
અવની. બસ..બસ..હવે વધારે ચાંપલાશ કરવાની જરૂર નથી. યા.. આઇ લાઇક ત્રિવેદી સર.. એ કવિતા ભણાવતા હોય ત્યારે ……
અંકિત.. ( વચ્ચેથી જ ) ત્યારે કેવી મજાની ઉંઘ આવી જાય ! જાણે હાલરડા ન ગાતા હોય ?
અવની… હા.. કવિતાનો ક ન જાણનારને તો ઉંઘ જ આવે ને ? ખાખરાની ખિસકોલી સાકરનો સ્વાદ વળી શું જાણવાની ? ભેંસ આગળ ભાગવતનો કોઇ અર્થ ખરો ?
પ્રિયા એટલે કે અમે બધા ભેંસ એમ ?
અવની.. મેં કયાં એવું કહ્યું છે ? આ તો જસ્ટ એક ઉદાહરણ આપ્યું..કવિતા સમજવાનું તમારું ગજુ નહીં..
માધવી .. એ ય ગજાવાળી.. નાઉ સ્ટોપ..ધીસ નોનસેન્સ… ધીસ ઇઝ ઇનફ .. અમને બધી ખબર છે તારી કવિતાની ને તારા એ ત્રિવેદી સરની પણ..
અવની.. ( થોડા ગુસ્સાથી ) ખબર છે એટલે ? `
અંકિત.. ખબર છે એટલે બસ ખબર છે.. એટલું જ .. ( બધા મોટેથી હસે છે. )
અવની.. કમળો હોય એને પીળું જ દેખાવાનું..
નેહલ.. કમળો..? અરે..બાબા..અહીં કમળો કોને છે ? એ તો બહું ચેપી રોગ છે. તમને ખબર છે ? ઇટસ એન ઇંફેક્શીયસ ડીસીઝ..
સપના.. બસ..બસ નેહલ, અમને બધાને ખબર છે તારા પૂજય પપ્પાજી ડોકટર છે.. તારું એ નોલેજ ઘેર જ રાખી મૂકજે.. કયાંક અમને બધાને ચેપ લાગી જશે..
માધવી અરે..યાર.. આ પીરીયડ ઓછા બોરીંગ હોય છે કે તમે બધા અત્યારે કોઇ સરસ વાત કરવાને બદલે આવી લપ લઇને ચાલુ થઇ ગયા..યાર..કોઇક ઇંટૃરેસ્ટીંગ વાત કરોને..કોઇ મરી મસાલાવાળી.. તીખી તમતમતી..થોડી ખાટી મીઠી.. જરા મજા તો આવે.. કોલેજનું આ છેલ્લું વરસ છે. આ વરસે તો થાય એટલી મજા કરી લેવાની..
સપના.. માધવીની વાતમાં દમ તો છે હોં.. પછી તો સંસારની ધૂંસરીમાં એવા તો ફસાઇ જવાના.. કે કેવી કોલેજ અને કેવી વાત ? આજે છે એ માણી લઇએ.. પછી તો તે હિ નો દિવસો ગતા: યાદ કર્યા કરવાનું..
અવની અને પછી તો… “ માણ્યું તેનું સ્મરણ કરવું એ ય છે એક લહાણું..”
માધવી અરે, મારા ઘરમાં તો છોકરાઓ જોવાની શરૂઆત પણ થઇ ગઇ.. આ મમ્મી.પપ્પાઓને છોકરીઓને ઘરમાંથી જલદીથી વિદાય કરવાની ભારે ચિંતા રહેતી હોય છે.
અંકિત (હસતા હસતા ) તે રહે જ ને ? વીસ વીસ વરસ તમને સાચવ્યા પછી એમનો કોઇ વાંક ખરો ? એમને તમારાથી છૂટવાનો કોઇ હક્ક ખરો કે નહીં ? વરસોથી પોતાના ગળામાં રહેલો ઘંટ બીજાને ગળે પહેરાવી દેવા બધા આતુર બને જ ને ?
માધવી એય અંકિતડા, આજે બહું ચગ્યો છે તું હોં.. અને એ ન ભૂલી જતો કે એ ઘંટને હોંશે હોંશે ગળે લગાડવા તમે બધા છોકરાઓ કેવા તલપાપડ બનતા હો છો.. ?
અંકિત ( હસીને ) કંઇ છૂટકો છે ? બાવા બનના હૈ તો હિન્દી તો બોલના પડેગા ન ? એમ સંસાર માંડવો હોય તો તમારા જેવા કોઇ ઘંટને ગળે લગાડયા સિવાય આરો નથી..
અવની ( ગણગણતી ઉભી છે ) “ કૂંચી આપો બાઇજી.. તમે કિયા પટારે મેલી મારા મૈયરની શરણાઇ જી ? “
સપના ( અવની સામે જોઇ ચપટી બગાડે છે.. ) એય અવની બેન, જાગો..સોનેવાલો ખ્વાબમેં સે જાગો.. હજુ મૈયર અને સાસરાની વાતોને વાર છે હોં..અત્યારે તમે હજુ કોલેજના આ કમ્પાઉન્ડમાં ઊભા છો.. સાસરિયામાં સોળે શણગાર સજીને નથી ઊભા..
પ્રિયા અને આજે કોઇ છોકરી એમ બાઇજી પાસે કૂંચી માગવાની રાહ જુએ એમ નથી.. આ કવિઓ પણ વીતેલા જમાનાની વાતુ કરતા..એને ચગાવતા થાકતા નથી. કવિઓને અતીતનું ન જાણે કેવું યે વળગણ હોય છે ? અત્યારે જે છે એની કવિતાઓ કરતા એમનું શું જતું હશે ?
અંકિત આ કૂંચી અને પટારો.. એ બધા શબ્દો આજકાલ કોને સમજાવાના છે ?
અવની.. કવિઓને અને તેમની અદભૂત કવિતાઓને…એ વૈભવને માણવા માટે તમારા બધાનો પનો ટૂંકો પડે..ટૂંકો..
સપના.. અમારે ટૂંકો પનો ચાલશે. તું એકલી લાંબો પનો રાખ એટલે ભયો ભયો..
પ્રિયા મુંબઇનો ભૈયો કે યુ.પી..નો ભૈયો.. ?
નેહલ ( અચાનક સામે જુએ છે. ચમકીને ) એય..સ્ટોપ સ્ટોપ.. જુઓ..જુઓ.. આ દૂરથી કોણ આવતું દેખાય છે ?
માધવી.. ( બધા એ તરફ જોવાનો પ્રયત્ન કરે છે. ) અરે, આ તો ઇશા આવે છે કે શું ?
સપના ( ચોંકીને ) ઇશા..? ના..ના..એ હવે શું ડાચું લઇને કોલેજે આવવાની હિમત કરવાની ?
પ્રિયા ના..ના.. ઇશા જ છે..જુઓ..
નેહલ યેસ..ઇશા જ છે. ચાલો, થોડી મજા આવશે..
સપના .. ખરી હિમતવાળી કહેવાય..! પોતાની સાથે આવું બની ગયા પછી કોઇ છોકરી ઘરની બહાર નીકળવાની હિમત કરે ? બાપ રે.. જબરી છે આ છોકરી તો..
અવની.. ચૂપ.. જુઓ.. ઇશા આવી પહોંચી છે. બી સીરીયસ..
( તેમના જેવડી જ ઇશા ઉદાસ ચહેરે..એકદમ ધીમા પગલે જાણે ડરતી હોય તેમ આસપાસ ચોર નજરે જોતી જોતી નજીક આવે છે. તેના હાથમાં એકાદ બે ચોપડીઓ છે. )
સપના ( જાણે અચાનક હમણાં જ ઇશાને જોઇ હોય તેમ ) હાય..ઇશા..
ઇશા ( ધીમા, ઉદાસ અવાજે ) હાય.. ( બધાની સામે વારાફથી જોતી રહે છે. જાણે તેમના ચહેરાને વાંચવા મથે છે. બધાના ચહેરા ગંભીર બની ગયા છે. )
પ્રિયા હાય ઇશા, તું કોલેજે આવી એ બહું સારું કર્યું.
માધવી .. મને તો એમ જ હતું કે હવે તું કયારેય કોલેજે નહીં આવે.
પ્રિયા.. મને પણ હતું કે તને હવે કોલેજે આવવાનું મન જ નહીં થાય..પણ બહું સારું કર્યું ..તું આવી એ અમને બધાને બહું ગમ્યું.
ઇશા .. ( ધીમા અવાજે ) થેંકસ..
અંકિત.. જે થયું તે થયું… એ બધું યાદ કરીને કંઇ ઘરમાં થોડું બેસી રહેવાય છે ?
સપના.. મને તો એ બધું સાંભળીને બહું દુ:ખ થયેલું.. બે દિવસ સુધી હું તો જમી પણ નહોતી શકી.
નેહલ.. અરે, એ નરાધમોને તો બરાબરનો પાઠ ભણાવવો જોઇએ.. તને ખબર છે ઇશા, મહિલા સંગઠને જયારે મોરચો કાઢયો હતો ત્યારે અમે… તારી બધી બહેનપણીઓ સૌથી આગળ હતી..
ઇશા થેંકસ.. ( વાત બદલવાનો પ્રયાસ કરતા ) ચાલો, આપણે કલાસમાં જઇશું..?
માધવી.. જવાય છે. શું ઉતાવળ છે ? કેટલા વખતે આપણે મળ્યા..( સપના તરફ ઇશારો કરે છે. )
સપના.. બાય ધ વે ઇશા, એ લોકો કેટલા જણા હતા ? બે કે ત્રણ ?
માધવી.. છાપામાં તો આવ્યું હતું કે ત્રણ જણાં હતા..તો કોઇ વળી બે જણા હોવાનું કહે છે. સાચી વાતની તો તને જ ખબર હોય ને ? ( ઇશા કશો જવાબ નથી આપતી. તેની આંખોમાં મૂંગી વેદના તરવરી રહે છે. )
પ્રિયા.. હવે જવા દે ને.. બે હોય કે ત્રણ.. એથી શો ફરક પડે છે ? ઇશા, તેં પ્રતિકાર કરવાનો પ્રયત્ન તો ઘણૉ કર્યો હશે નહીં ?
નેહલ.. એ કંઇ પૂછવાનો પ્રશ્ન છે ? બચવાની મહેનત તો કરી જ હોય ને ? મને તો ઇશા, ખરેખર તારી દયા આવે છે. કેટલી તરફડી હોઇશ તું..?
અંકિત.. અરે, ઇશાએ ચીસો પણ પાડી જ હશે.પણ એ રસ્તો જ એવો સૂમશામ છે કે કોઇ જલદી સાંભળી જ ન શકે.. બિચારી ઇશા ..સોરી.. ઇશા, તારી સાથે આવું બની શકે એની કલ્પના પણ કોને આવે ?
સપના.. અરે, એ નરાધમોને તો એક એકને પકડી પકડીને મારવા જોઇએ..જાહેરમાં ફાંસીએ લટકાવવા જોઇએ..
માધવી.. આમ બે ત્રણ જણાં એક છોકરી પર તૂટી પડે ત્યારે છોકરી બિચારી શું કરી શકે ?
પ્રિયા બળાત્કાર.. એ શબ્દ જ એવો છે ને કે..બાપ રે..મારાથી તો એ શબ્દ સુધ્ધાં સહન નથી થતો.. મને તો કમકમાટી આવે છે એ કલ્પના માત્રથી.. ઇશા, તને કેવું ફીલ થયું હશે નહીં ? આપણને તો એ અનુભવની કલ્પના પણ ન આવે.
અવની.. અરે, જવા દો.. હવે એ બધી ચર્ચા.. હવે એનો કોઇ અર્થ ખરો ?
સપના.. હા..હવે તો જીવનભર એ યાતના વેઠવાની.. ઇશાએ અને એના કુટુંબે પણ.. ઇશા, અમે કોઇ તને કયારેય ..કોઇ પણ રીતે મદદરૂપ થઇ શકીએ એમ હોઇએ તો કહેજે હોં..
( ઇશાની આંખો છલકાય છે. કશુંક બોલવા જાય છે..પણ બોલી નથી શકાતું.. )
પ્રિયા .. પણ તો યે હું તો કહીશ કે ઇશા હિમતવાળી કહેવાય.. આવું બની ગયા પછી યે બહાર નીકળવું કંઇ સહેલું થોડું છે ? ગ્રેટ ઇશા.. તારી હિમતને હું તો દાદ દઉં..
માધવી.. અને આમાં કંઇ એકલી ઇશાએ જ સહન કરવાનું નથી..આ તો આખા કુટુંબની બદનામી કહેવાય.. ઘરના બધાને પણ વગર વાંકે સહન કરવાનું આવ્યું ને ?
પ્રિયા .. શું થાય ? એનો કોઇ ઉપાય છે ? છાંટા તો આખા ઘરને જ ઊડવાના ને ? ઇશા, તારે તો એક નાની બહેન પણ છે ને ?
ઇશા… પ્લીઝ..પ્લીઝ.. ( રડે છે )
અંકિત.. ( દયા ખાતો હોય એ રીતે ) ઇશા, તું રડ નહીં.. તું રડ એ મારાથી તો સહન નથી થતું. ઇશા, તું ગભરાતી નહીં.. આ દુ:ખદ ઘટના પછી તું એમ ન માનતી કે કોઇ છોકરો તારી સાથે લગ્ન કરવા તૈયાર નહીં થાય..બીજું કોઇ નહીં થાય તો હું તો છું જ..આમાં તારો શો વાંક ? ( નફફટતાથી મજાક કરતો હોય એ રીતે.. ) અરે, અમે બધા મિત્રો તૈયાર છીએ..
નેહલ… તેં પોલીસમાં ફરિયાદ કરી એ મને બહું ગમ્યું. એ બળાત્કારીઓને તો સજા થવી જ જોઇએ.. ઇશા, તને ખબર છે અમે તો તને સાથ આપવા માટે કોર્ટમાં પણ આવ્યા હતા.
સપના.. અરે, મારું ચાલત ને તો હું તો એ નરાધમોને લાત ફટકારી દેત..
પ્રિયા.. જિંદગી આખીની બદનામી..કદી ન ભૂંસી શકાય એવું કલંક.. આ પીડા વેઠવી સહેલી નથી. એ બધું ભૂલવું કેવું અઘરું થઇ જાય નહીં ? હું તો જીવી જ ન શકું..મારી સાથે જો આવું કશું થાય તો..બાપ રે..શું મોઢું લઇને જીવવું સમાજમાં ?
માધવી.. ઇશા, અમે બધા તારી સાથે જ છીએ હોં..અમારી પૂરી સહાનુભૂતિ તારી સાથે છે.
અંકિત .. અરે, કાલે બીજા છોકરાઓ ઇશાની ગમે તેવી વાત કરતા હતા તો મેં તો તેમને બરાબરના ઉધડા લીધા હતા..ઇશાનો પક્ષ લઇને તેમની સાથે ઝગડો કરી લીધો હતો મેં.. ઇશા, તને કોઇ સંભળાવે તો મને કહેજે હોં..અને હા..મારી ઓફર યાદ રાખજે..કોઇ તારો હાથ પકડવા તૈયાર નહીં થાય તો..હું..
ઇશા .. ( વચ્ચેથી એકદમ મોટેથી ચીસ પાડીને… આક્રોશ સાથે રડતા રડતા ) પ્લીઝ..બંધ કરો તમારું આ સહાનુભૂતિનું નાટક..નથી જોઇતી મારે તમારી આ દયા..
બધાને ..સગાઓને ઓળખીતા પાળખીતાઓને કંઇક જાણી લેવું છે. જાણે કોઇ નોનવેજ જોક સાંભળવો હોય તેવી ગન્દી ઉત્કંઠા..ઉંદરની માફક ફૂંકી ફૂંકીને ફોલી ખાવાની આ ગંદી વૃતિ… નથી સહન થતી મારાથી..નથી સહન થતી..મારે નથી જોઇતી તમારા કોઇની દયા..મને એમ કે તમે બધા મારી ઉમરના છો તો કદાચ સમજી શકશો..પણ તમે યે બીજા બધા જેવા જ.. ( રડતી રડતી દોડીને ત્યાંથી ભાગી જાય છે.. બધા બે પાંચ ક્ષણો સ્તબ્ધ બનીને ઉભા રહે છે. )
સપના.. ( મોટેથી ) લો… જુઓ હતી આને કંઇ લાજ શરમ ? લાજવાને બદલે આ તો સામે ગાજે છે.. અને એનો રોફ તો જુઓ.. આપણે તો એના દુ:ખમાં ભાગ પડાવવા ગયા..પણ બેનબાને દુ:ખ કે શરમ હોય તો ને ? મારો તો મૂડ બગડી ગયો.. આવું થયું તો યે સુધરી નહીં.. એ જ લાગની હતી ચિબાવલી..!
પ્રિયા.. કેટલાક માણસો હોય જ સાવ નગુણા.. ચાલો, આપણે બધા કેન્ટીનમાં જઇને કંઇક ખાઇએ પીએ..જેથી મૂડ સરખો થઇ જાય.

માધવી.. ભલાઇનો તો જમાનો જ નથી રહ્યો. આપણે બિચારી કહીને દયા ખાવા ગયા.પણ… .
નેહલ.. જવા દે ને યાર..એના કર્યા એ ભોગવશે..આપણે શી પંચાત ? આમ પણ મને તો હવે એવી છોકરી સાથે વાત કરવાનું યે ન ગમે. એની સાથે કયાંક આપણી પણ બદનામી થાય…. ચાલો, આપણે કેંટીન તરફ શુભ પ્રયાણ કરીએ.. ( બધા જાય છે. અવની એકલી ઉભી રહે છે.
અવની.. ( દર્દભર્યા અવાજે ) કાલે હું એકલી ઇશાને ઘેર જઇશ.. આ બધા નહીં સમજે.. ઇશા..પ્લીઝ..મને માફ કરજે.. આ બધાની સામે હું કંઇક બોલત તો એ બધા તને ખાઇ જાત.ને ચર્ચા વધારે ચાલત.. એટલે હું મૌન રહી. પણ ઇશા, હું તારી વ્યથા સમજી શકું છું. ઇશા..કાલે હું તારે ઘેર તારી માફી માગવા આવું છું. અને હવેથી હું હમેશા તારી સાથે છું.. સાચા અર્થમાં સાથે..( હું તો સીધી કલાસમાં જ જાઉં છું. નથી જવું આવા મિત્રોની સાથે )

દ્રશ્ય.. 2
સ્થળ, સમય ( તે જ દિવસ..સાંજનો સમય.. કોઇ સૂમશામ જગ્યા.. નિર્જન સ્થળે એક ખડકની ધાર પાસે ઇશા નિરાશ બનીને ઊભી છે. અથવા દોડતી દોડતી..રડતી રડતી આવે છે..એમ પણ બતાવી શકાય.. દિગ્દર્શકની અનુકૂળતા મુજબ અહીં નાના નાના ફેરફાર કરી શકાય. ઇશા ધ્રૂસકે ધ્રૂસકે રડે છે.. )
ઇશા ( આક્રોશ અને પીડાથી ) નથી જીવવું મારે..હવે નથી જીવવું.. નહીં જીવવા દે.. આ લોકો..આ દુનિયા.. કહેવાતા મિત્રો… કોઇ મને શાંતિથી નહીં જીવવા દે.. મમ્મી, પપ્પા ભલે કહેતા રહે.. બેટા, તું બ્રેવ છો.. જીવનનો..આવા લોકોનો સામનો કરવો જોઇએ. એનાથી ડરીને ન બેસી રહેવાય. એમના આવા સ્નેહ..અને પ્રોત્સાહનને લીધે જ આજે કોલેજે જવાની હિમત કરી હતી..પણ…
શું ખરેખર મારા કુટુંબને મારે લીધે હમેશા આવું કશું સાંભળવાનું આવ્યા કરશે ? હું કલંકિની ? અરે, કલંક તો સમાજનું.. સમગ્ર પુરૂષજાતનું ન કહેવાય ? ( આક્રોશથી ) સમાજ કદી ભૂલશે નહીં ને મને ભૂલવા દેશે પણ નહીં ? ( બે ચાર સેકન્ડ પછી…અહીં જુદી જુદી લાઇટીંગ ઇફેકટ આપી શકાય )
ખેર.. શો અર્થ છે આ બધા વાંઝિયા આક્રોશનો ? સો વાતની એક વાત.. મારે નથી જીવવું..હવે નથી જીવવું કે નથી જીરવવું.. એક જનમમાં સો જનમની પીડા..વ્યથા મારાથી નહીં વેઠાય..મોત એ એક જ ઉપાય મારે માટે..
બળાત્કાર.. આ શબ્દ સાથે જોડાયેલી ઘૃણા.. કલંક, બદનામી, વેદના, એનો ભોગ બનેલી વ્યક્તિ તરફની સમાજની દ્રષ્ટિ.. એ આંખોમાં છલકતો ગંદો ઉપહાસ.. નહીં… નહીં જીરવાય આ બધું.
.(અહીં સ્ટેજ પર અંધકાર અને ઇશા પર સ્પોટ લાઇટનો ઉપયોગ કરી શકાય.. )
( આંખ મીંચી દેછે..કાન પર બે હાથ મૂકીને કાન બંધ કરી દે છે..અંદરથી બહેનપણીઓના એ અવાજો પડઘારૂપે ફરી ફરી સંભળાય છે..ઇશા, કેટલા જણા હતા ? ઇશા, તારા કુટુંબનું શું થશે ? ઇશા, તારે તો નાની બહેન પણ છે ને ? મારી સાથે આવું થાય તો હું તો જીવી જ ન શકું..વગેરે અવાજો પડઘાતા રહે છે. કાન પર હાથ મૂકીને આમતેમ ભાગે છે. જાણે આ અવાજોથી છૂટવા માગતી હોય એ રીતે.. )

નથી સાંભળવું મારે કશું .. ( રડતા અવાજે.. ) નથી સાંભળવું મારે કશું..નથી જોવું એ વરવું દ્રશ્ય..મુક્તિ જોઇએ છે મારે મુક્તિ.. ભૂંસી નાખો સ્મૃતિના એ પટો.. છેકી નાખો જીવનના એ દિવસને..( બે ચાર ક્ષણ રડતા રડતા બેસી રહે છે.. )
( થોડી વારે શાંત બનીને ચારે તરફ ફરે છે..ખડકની નીચે જુએ છે..નિરીક્ષણ કરે છે..)

ઇશા.. હા.. આ જગ્યા બરાબર છે. નીચે ઉંડી ખીણ છે. બસ એક છલાંગ અને જીવનની બધી યાતનાઓનો અંત..સદાને માટે મુક્તિ.. હે ઇશ્વર.. મને માફ કરજે.. મમ્મી, પપ્પા મને માફ કરજો..મને ખબર છે કે તમને દુ:ખ થશે.. તમારા આટલા સ્નેહ છતાં..હું અંતે કાયર નીવડી.. પણ નહીં સહન થાય..મારાથી નહીં સહન થાય.. ( આંખ બંધ કરે છે. નીચે કૂદવાની તૈયારી…કૂદવા જાય છે ..સ્ટેજ પર ઝાંખો અંધકાર છવાય.. .ત્યાં.. પાછળથી એક યુવક આવીને તેનો હાથ પકડી લે છે.. ઇશા ચમકે છે. પાછળ ફરીને જુએ છે. કોઇ અજાણ્યા યુવકને જોઇ ક્રોધથી બરાડી ઊઠે છે.
ઇશા.. ( સ્ટેજ પર ફરીથી પ્રકાશ )
’કોણ છો તમે ? છોડો..મારો હાથ કેમ પકડયો છે ? મને બચાવવાની કોશિષ કરવાની કોઇ જરૂર નથી…મારી જિંદગીનું મારે જે કરવું હોય તે કરી શકું છું..અને હા..પ્લીઝ..કોઇ લેક્ચર નહીં…’ ( ગુસ્સાથી હાંફતા અવાજે.. )

ઇશાન (યુવક કશું બોલ્યા સિવાય મોટેથી ખડખડાટ હસ્યો….તેણે હજુ ઇશાનો હાથ પકડી રાખ્યો હતો. )

ઇશા ( ગુસ્સા અને આશ્વ્રર્યથી ) ’ કેમ હસ્યા ? હસવા જેવી કોઇ વાત મેં નથી કરી…કે નથી કોઇ જોક કર્યો…’

ઇશાન એક મિનિટ..એક મિનિટ…મારી વાત તો સાંભળો…
ઇશા ( હજુ ( ( હજુ એવા જ ગુસ્સાથી ) મારે કોઇની વાત સાંભળવી નથી…હા, પણ તમે
હસ્યા શા માટે ? ’
ઇશાન તમારે ( હસીને ) તમારે વાત સાંભળવી જ નથી..તો કેવી રીતે કહું કે હું શા માટે હસ્યો ? ‘

ઇશા ( થોડા ( ગૂંચવાતા અવાજે.. ) …એટલે… એટલે કે હું એમ કહેતી હતી કે…( .એકાદ બે ક્ષણ
અટકે છે. પછી બોલે છે. )

એટલે કે મને આત્મહત્યા ન કરવાની કોઇ શીખામણ..સલાહ આપવાના
હો હો હો તો મારે કોઇ લેકચર નથી સાંભળવું…એમ હું કહેતી હતી..પણ મને નથી લાગતું મેં આમાં આમાં કોઇ હસવા જેવી વાત કરી હોય…બાય ધ વે…મારો હાથ પકડવાનો તમને કોઇ હક્ક ન હક્ક નથી. ..’

ઇશાન એટલે ઓહ..સોરી.. રીયલી સોરી… મને ખ્યાલ જ ન રહ્યો. ( કહેતા યુવક તેનો હાથ છોડી દે છે. ) છે .)

ઇશા ‘ ઇટસ ઓકે… હવે કહો હસ્યા શા માટે ?’

ઇશાન જયારે જયારે મરવા જ જઇ રહ્યા છો ત્યારે છેલ્લી ઘડીએ કશું જાણીને શો ફાયદો ?’

ઇશા.. ( હજુ એવા જ ગુસ્સાથી ) કોણે કહ્યું હું મરવા જતી હતી ? તમને કેમ ખબર પડી ?
ઇશાન અરે, ખરા છો તમે પણ..તમે જ તો હમણાં બોલ્યા..
ઇશા ( જરા ગૂંચવાઇને ) ઓકે..ઓકે..પણ મારો હાથ કેમ પકડયો અને હસ્યા શા માટે ?
ઇશાન એક નાનું સરખું કુતૂહલ માત્ર..નથીંગ એલ્સ…’

ઇશા ( ફરી ક્રોધથી ) હવે તમારે સીધી રીતે વાત કરવી છે કે ?
ઇશાન ઓકે.. ( શાંતિથી ) ઓકે. ઓકે.. ખમૈયા કરો.. શાંત થાવ..અને આમ પણ મરનારની અંતિમ
ઇચ્છા પૂરી થવી જોઇએ..નહીંતર કયાંક ભૂત થઇને વળગે..અને મને ભૂત સાથે જરા
પણ લગાવ નથી…
ઇશા હવે વાતમાં મોણ નાખ્યા સિવાય સીધી રીતે કહી દો..મારે મોડું થાય છે.’
ઇશાન ( હસે છે..મજાક કરતો હોય એ રીતે ) મોડું થાય છે ? મરવાનું..? ઓકે..ઓકે.. તો સાંભળો.. આજે તો મને હસવું આવ્યું.. તમારા ભ્રમ ઉપર….જોકે કેટલાક ભ્રમ પણ કેવા મજાના હોય છે..અકબંધ જાળવી રાખવા જેવા…’

ઇશા ભ્રમ..મારો ? કયો ભ્રમ ? કેવો ભ્રમ ? શાનો ભ્રમ ?
ઇશાન ( હસ ( હસતા હસતા ) બાપ રે…એકી સાથે આટલા બધા પ્રશ્નો ?

ઇશા તમે એમ કહીને વાત ઉડાવો છો…..
ઇશાન ઉડા( ( આશ્વર્યથી ) ઊડાવું છું ? તમારી વાત ? ના રે..સુંદર યુવતીઓની વાત ઉડાડવા જેટલો
હું બેવકૂફ નથી. ’

ઇશા સુંદર..હું સુંદર છું ?
ઇશાન નથી ?
ઇશા બસ..બસ.. મસ્કા મારવાની કોઇ જરૂર નથી. છોકરીઓને ભોળવવાનો એ સૌથી સરળ ઉપાય … પણ અહીં તમારી દાળ ગળે તેમ નથી જ. તમારે સીધી રીતે વાત કરવી છે કે નહીં ?

ઇશાન અરે, બાબા..સાવ સીધી વાત છે..તમે કહ્યું કે મને બચાવવાની કોઇ જરૂર નથી..તો તમારા એ ભ્રમ પર મારાથી હસાઇ ગયું..મને હસવાની થોડી કુટેવ ખરી…’
ઇશા ‘ એમાં ભ્રમ શાનો ? અને તો પછી મારો હાથ કેમ પકડયો ? ‘
ઇશાન બચાવવા માટે નહીં.. કશુંક બતાવવા માટે…
ઇશા શું બતાવવા માટે ?

ઇશાન એટલું જ કે ખરેખર મરવાનો ઇરાદો હોય તો આ જગ્યા યોગ્ય નથી..હા..હાથ પગ તોડવા માટે આ લોકેશન પરફેકટ ખરું…..’
ઇશા એટલે ? ‘
ઇશાન એટ એટલે એમ જ… સાવ સીધી સાદી વાત… જરા નીચે જુઓ…ધ્યાનથી જુઓ.. નીચે ઉંડી ખીણ ખીણ ખરી.. … પણ કૂદયા પછી મરવાની કોઇ ગેરંટી નહીં… ‘

ઇશા આટલે ઉંચેથી કૂદયા પછી માણસ મરે નહીં તો બીજું શું થાય ?

ઇશાન આઇ આઇ એમ સોરી ટુ સે..પણ તમારો ઓબ્ઝર્વેશન પાવર… અર્થાત..નિરીક્ષણ શક્તિ બહું poor … નબળી જણાય છે.

ઇશા કેમ ?
ઇશાન અરે, અરે, કેમ શું ? જોતા નથી ? આવો અહીં જુઓ ( યુવતીને બોલાવી નીચે બતાવે છે.)

જુઓ.. જુઓ..દેખાય છે નીચે ? ( યુવતી વાંકી વળીને યુવકની સાથે નીચે જુએ છે. )
જુઓ, ખીણમાં નીચે કેટલા બધા ઝાડવાઓ છે ? આખું જંગલ જ ઊગી નીકળ્યું છે. હવે ત હવે જુઓ, ધારો કે તમે કૂદયા અને સીધા ખીણમાં જવાને બદલે એકાદ ઝાડવામાં અટવા અટવાઇ ગયા…એકાદ ઝાડવાને તમારી ઉપર પ્રેમ ઉભરાઇ આવ્યો ને તમને ઝાલી લીધા તો…? તો ? ન મરી શકો..ન જીવી શકો..ન નીચે જઇ શકો..ન ઉપર આવી શકો..બરાબર ત્રિશંકુન ત્રિશંકુની જેમ લટકી રહો..બસ..એ દ્રશ્યની કલ્પનાથી જ હું હસી પડયો..તમે આમ ઝાડ ઉપર પર લટકતા હો એ દ્રશ્ય કેવું લાગે ? બચાવોની ચીસ પાડો તો પણ કોઇ સાંભળી ન
શકે.. શકે..’ ( ત્રિશંકુ જેવી એકશન કરીને બતાવે છે. )

ઇશા ( ખડકની નીચે ડોકિયું કરે છે. બે ચાર ક્ષણ જોઇ રહે છે. કશોક વિચાર કરે છે. પછી એકાએક બોલી ઉઠે છે. )
ઇશા મીસ્ટર..તમે ખાંડ ખાવ છો..ઝાડમાં અટવાઇ ગઇ તો પણ છોડતા કંઇ વાર નથી લાગવાની..ઝાડ કંઇ મને પકડી નથી રાખી શકવાનું. .’

ઇશાન ઓહ..યસ..યુ આર રાઇટ..એ તો મને વિચાર જ ન આવ્યો..યુ આર જીનીયસ…..

ઇશા ફરી ખુશામત ? એવી કોઇ જરૂર નથી..
ઇશાન યેસ.. એટલી તો મને પણ ખબર છે કે તમારી ખુશામત કરવાની મારે કોઇ જરૂર નથી જ. આ તો આ તો આવી સીધી સાદી વાત હું ન વિચારી શકયો..ને તમે એ બધું આગોતરું વિચારી લીધું લીધું એથી મેં કહ્યું. પરફેક્ટ પ્લાનીંગ… હવે તમે ઝંપલાવી શકો છો… ગો એહેડ…..’
( કહીને મૌન બની યુવક ખડકની નીચે જોઇ રહ્યો. જાણે બારીકાઇથી નિરીક્ષણ કરતો
હોય તે રીતે )

ઇશા ( આશ્વર્યથી થોડીવાર યુવકની સામે જોઇ રહે છે. પછી બોલી પડે છે. ) શું જોઇ રહ્યા છો નીચે ? ઝાડવા ગણો છો ?
ઇશાન ના..ના.. ( નીચે જોતા જોતા જ યુવકે જવાબ આપ્યો.. )
ઇશા લાગે છે તો એવું જ કે જાણે ખીણના ઝાડવા ગણી રહ્યા છો.. ?

ઇશાન ના રે.. ( ગંભીરતાથી ) ના રે .. મને એવી કોઇ ગણતરીમાં રસ નથી…’

ઇશા તો પછી આમ બાઘાની જેમ … ( યુવક વચ્ચેથી જ તેને અટકાવે છે.. )
ઇશાન થેંક્સ ફોર કોમ્પ્લીમેન્ટસ.. પણ એક મિનિટ જરા નીચે જુઓ…
ઇશા ( યુવકની નજીક આવે છે. અને તેની સાથે તે પણ નીચે જુએ છે. પછી જોતા જોતા જ બોલે છે. ) શું જોવાનું છે નીચે ? મને તો વૃક્ષો સિવાય નીચે આ ખીણમાં બીજું કશું દેખાતું નથી.
ઇશાન ..હા.. એ જ તો જોવાનું છે. ખીણમાં છેક નીચે સુધી વૃક્ષો દેખાય છે ?
ઇશા હા..તો તેનું શું છે ?
ઇશાન એ જોઇને તમને કોઇ વિચાર નથી આવતો ?
ઇશા.. વિચાર ? કેવો વિચાર ? શાનો વિચાર ?
ઇશાન.. બસ..બસ..હું કોઇ મહાન વિચારની વાત નથી કરતો. સાવ સાદો સીધો ક્ષુદ્ર વિચાર..મારા જેવો..
ઇશા ( ગુસ્સાથી ) મીસ્ટર..હું કોઇ મજાકના મૂડમાં નથી..
ઇશાન એમ પ્લીઝ.. એમાં આમ મેઘધનુષી ન થાવ જુઓ હું તમને સમજાવું.તમારી વાત બિલકુલ બિલકુલ સાચી છે..સો ટકા સાચી છે.. કોઇ વૃક્ષ કંઇ તમને પક્ડી રાખી શકે નહીં..
ધારો ધારો તો તમે ચોક્ક્સ છોડી શકો..પરંતુ તો યે મારી વાત સાવ નાખી દીધા જેવી
નથી જ. માની લો કે તમે નીચે કૂદયા… ઝંપલાવ્યું..પરંતુ કૂદયા પછી તમે કોઇ સાવ
નીચા વૃક્ષની ડાળીમાં અટવાયા તો..? અહીં તો છેક નીચે સુધી ઝાડવાઓ
છે. અને એકવાર ઝંપલાવ્યા પછી તમે કયાં અટવાવ એની તો ચોક્કસ ખાત્રી ન જ
હોય ને ?
અને તો એનો સીધો સાદો અર્થ એટલો જ થાય ને કે ઝાડની ડાળીઓ છોડયા
પછી..મરવાની આટલી બધી મહેનત.. મહેનત અને હિમત પછી પણ મરવાની કોઇ

ખાત્રી નહીં..કેમ કે પછી તો નીચે બહું અંતર રહે જ નહીં જ નહીં ને ? નકામા હાથ
પગ ભાંગે….કંઇ શકરવાર ન વળે…( યુવતીના ચહેરા સામે જુએ છે. )
એના કરતા જુઓ, હું તમને બેસ્ટ જગ્યા બતાવું..મરવાની પૂરી ખાત્રીવાળી..એક છલાંગ અને ખેલ ખતમ…પૂરી ગેરંટી…’

ઇશા ( કટાક્ષથી ) ’ કેમ તમે મરવાની જગ્યા શોધવાના એક્ષપર્ટ છો ? ‘
ઇશાન ( બે ચાર ક્ષણ યુવતીની આંખમાં જોઇ રહે છે. પછી ધીમેથી અને ગંભીરતાથી )
ના રે.એક્ષપર્ટ તો નથી.. ..પણ આપણે બંને એક જ હોડીના સવાર છીએ…’

ઇશા ( એકદમ આશ્વર્યથી ) એટલે ? તમે.. તમે પણ..?
ઇશાન યેસ.. એટલે એમ જ કે હું પણ તમારી જેમ જ મરવાના ભવ્ય ઇરાદા સાથે જ અહીં આવ્યો છું.. તેથી બેસ્ટ..ખાત્રીબંધ લોકેશનની તલાશ કરતો હતો…પૂરી રીસર્ચ કર્યા પછી જ મેં આ તારણ કાઢયું છે. આપણને અધકચરું કશું ફાવે નહીં..કામ કરવું તો પાક્કું કરવું..

ઇશા એટલે… તમે ..તમે પણ આત્મહત્યા માટે અહીં આવ્યા છો ?

ઇશાન શંકાને કોઇ સ્થાન નથી..આવી સૂમસામ જગ્યાએ શું ફરવા આવ્યો છું ? એ પણ સાવ એકલા એકલા ? હા..સાથે તમારા જેવી સુંદર યુવતીનો સથવારો હોય તો આ સૂમસામ જગ્યાએ આવવાનો ફાયદો ખરો… ‘

ઇશા ( એક્દમ ગુસ્સાથી મોટા અવાજે ) શટ અપ..
ઇશાન સોરી..સોરી.. જસ્ટ જોકીંગ…પણ હા..છેલ્લી ઘડીએ થયેલી આ મજાની મુલાકાત બદલ આપનો આભાર માનું કે ઇશ્વરનો ? ‘

ઇશા તમે ઇશ્વરમાં માનો છો ? ‘

ઇશાન કેમ તમે નથી માનતા ?
ઇશા ( જરાક અચકાઇને ) માનું છું પણ…
ઇશાન તો પ તો પછી એમાં વચ્ચે પણ કેમ આવ્યો ? ‘

ઇશા કયારેક એના અસ્તિત્વ અંગે શંકા જાગે ખરી…’
ઇશાન કયારે ? આપણું ધાર્યું બધું ન થાય ત્યારે ? ( ઇશા યુવક તરફ જોઇ રહી. શું જવાબ આપવો તે કદાચ સમજાતું નહોતું.. ) એટલે કે બધું આપણું ધારેલું..આપણી ઇચ્છા મુજબ થાય તો ઇશ્વર છે અને એવું ન થાય..કશું ખરાબ થાય તો ઇશ્વર નથી એમ જ ને ? આપણે તો એમાં યે સગવડિયા..ઇશ્વરને યે નકારી દેતા વાર નહીં.. ( હસે છે. ) ઇશ્વર બિચારો સારો છે..આપણને મન ફાવે તેમ માનવા કે વિચારવા આડે તો નથી આવતો.કે નથી આપણને નકારી દેતો.. .આપણે તો ઇશ્વરથી યે વટથી કહી દઇએ.. જા.તું છે જ નહીં.. અમે તને માનતા જ નથી. ખરું ને ? ( હસે છે. )
ઇશા ( ગૂંચવાયેલા અવાજે.. ) ના.. એમ તો નહીં પણ… ખબર નહીં..
ઇશાન રહેવા દો..એ ચર્ચા અંતહીન છે. ભલભલાને ગૂંચવી નાખે છે. તો આપણા જેવા સામાન્ય માનવીનું શું ગજુ ?
ઇશા એક વાત પૂછી શકું ?
ઇશાન ( મજાકથી કહેતો હોય તે રીતે ) એક શું કામ ? પૂછોને દસ બાર.. અંત સમયે જે બે ઘડી તમારા જેવી યુવતીનો સત્સંગ થયો તે..
ઇશા ( યુવકની વાત પર ધ્યાન દીધા સિવાય જ.. ) તમે તો પુરૂષ છો..તમારે વળી મરવાની જરૂર કેમ પડે ?
ઇશાન ’ કેમ કેમ ? દુ:ખી હોવાનો ઇજારો સ્ત્રીઓએ જ રાખ્યો છે..અમને…અર્થાત પુરૂષોને કોઇ દુ:ખ
હોય જ નહીં..એવું માનો છો ?

ઇશા ( જરાક ગૂંચવાઇને ) આપણા પુરૂષપ્રધાન સમાજમાં સહન કરવાનું મોટે ભાગે સ્ત્રીઓને જ આવતું હોય છે.. તેથી..
ઇશાન હશે.. એ તમારી અંગત માન્યતા છે અંતિમ સમયે કોઇ વાદ વિવાદમાં ઉતરવાની મને ઇચ્છા નથી…ચાલો, હું તમને મરવાની પરફેકટ જગ્યા બતાવું..તમે ઇચ્છો તો મારી સાથે..જ ઝંપલાવી શકો છો..એકથી બે ભલા…જીવનમાં સારી કંપની ન મળી તો વાંધો નહીં..મરતી વખતે સારી કંપની મળે એ પણ નસીબની વાત છે ને ? આમ પણ જીવનના હમસફર તો બધાને મળે..મોતના હમસફર કોને મળે ? એકલા એકલા મરવાની મજા ન આવત. હવે તો તમારા જેવો સંગાથ મળી જવાથી મૃત્યુની યે મજા જ મજા… ‘
ઇશા ( આશ્વર્યથી ) પણ..તમારે વળી એવું કયું દુ:ખ આવી ગયું કે મરવા સુધી પહોંચી ગયા..? ‘

ઇશાન જવા જવા દો ને.. મેં કહ્યું ને મને પણ કોઇ ચર્ચામાં રસ નથી.એકવાર મરવાનું નક્કી કરી લીધા લીધા પછી દુ:ખના નગારા શા માટે વગાડવા ? જોકે મારા મરવાથી મમ્મી ચોક્ક્સ રડશે… રડશે .. કે પપ્પાને પણ દુ:ખ થશે. પણ શું થાય ? અને આમ પણ મારે એ થોડું
જોવું પડશે ? મર્યા પછી કંઇ દેખવું યે નહીં ને દાઝવું યે નહીં…જેને જે થવું હોય તે થાયતે થાય.. શું કરી શકીએ આપણે ? સાચી વાત ને ? ( બે પાંચ ક્ષણ યુવતીની સામે મૌન
બનીને જોઇ રહે છે. અ છે.. પછી અચાનક ખીસ્સામાંથી ચ્યુઇંગ ગમ કાઢે છે.
યુવતીની સામે ધરે છે. ) લ્યો, આ ચ્યુઇંગ ગમ ખાશો ? આપણી આ અંતિમ
મુલાકાતની એક સહપ્રવાસી તરીકેની અંતિમ ભેટ..
ભે

ઇશા ( તેની વાત પર ધ્યાન દીધા સિવાય જ.. ) એક નંબરના સ્વાર્થી… તમારે જોવાનું નથી…એટલે મમ્મી રડે કે પપ્પા…ચાલે એમ જ ને ?

ઇશાન ‘’ આ ( આશ્વર્યથી..) આ તમે કહો છો ? તમે ? ( ઇશા જવાબ આપ્યા સિવાય યુવક તરફ
જોઇ રહે છે.. )

ઇશાન ( ચ્યુઇંગ ગમ યુવતી તરફ લંબાવતા.. ) લો..આ ખાવ અને છોડો એ બધા ફાલતુ વિચારો.. એમ બધાના વિચાર કરવા બેઠા તો મરી રહ્યા…લો..આ ચ્યુઇંગ ગમ ખાવ…
ઇશા
( આ ( યુવક તેને સમજાતો નથી. આશ્વર્યથી ) મરતી વખતે વળી ચ્યુઇંગમ ? ખરા છો તમે પણ..

ઇશાન ( ચ્યુ ( ચ્યુઇંગ ગમ મોઢામાં મૂકતા ) એમાં ખરા શું ને ખોટા શું ? સાદી વાત એ છે કે ચુઇંગ ચ્યુઇંગ ગમ મને અતિ પ્રિય છે..તમે એને એક જાતનું વ્યસન પણ કહી શકો લો… આમ પણ આત્મહત્યા કરનારે તો પોતાની આખરી ઇચ્છા પણ જાતે જ પૂરી કરવી રહી
ને રહી ને… ? ( નિસાસો નાખે છે.અને પછી બોલે છે. )
’ આજની આ અંતિમ ચ્યુઇંગ ગમ..લો..તમે પણ…’ યુઅવ( ( ચ્યુઇંગ ગમ ઇશા સામે ધરે છે. પણ ઇશાએ લેવા માટે હાથ ન લંબાવ્યો તે જોઇને વળી બોલે છે. ) ‘ અરે, ચ્યુઇંગ ગમ જ છે કોઇ ઝેર નથી.( હસતા હસતા ) .જોકે ઝેર હોય તો પણ તો પણ હવે તમને કે મને શો ફરક પડે છે ? ઉલટું આપણે કૂદવાની જરૂર નહીં
ર પડે.’
( ઇશા ( ઇશા કશું બોલ્યા સિવાય યુવકના હાથમાંથી ચ્યુઇંગ ગમ લે છે.. મોં માં મૂકે છે. થોડી ક્ષણો ચ વાર ચ્યુઇંગ ગમ ચગળતા બંને મૌન બની રહે છે. પછી અચાનક ઇશાન બોલી ઉઠે
છે. છે. )
આ સાલ્લું કૂદવા માટે પણ આમ તો ખાસ્સી હિમતની જરૂર પડે નહીં ? મને તો થોડી
બીક લાગે ..તમને બીક નથી લાગતી ? ‘

ઇશા મરવું જ હોય એને વળી બીક શાની ?
ઇશાન મને મને તો… તો યે થોડો ડર લાગે છે. … કેટલું વાગશે..કયાં વાગશે ? પડતાની સાથે જ કંઇ સાથે જ જીવ નીકળી જ જશે એની કોઇ ગેરંટી થોડી છે ? પડયા પછી થોડી વાર પણ જીવી ગયા તો…. ? બાપ રે..કેવું દુ:ખવાનું ? મરતા પહેલા યે સાલ્લી પીડા સહન કરવાન કરવાની.. ..( વિચારતો હોય એ રીતે ) મરવાની બીજી કોઇ આસાન રીત નહીં હોય ?
બાય ધ બાય ધ વે.. “ આત્મહત્યા કરવાના એક હજાર અને એક સરળ ઉપાય..”
એવી ક એવી કોઇ ચોપડી વિશે મેં કયાંક સાંભળ્યું હતું. તમે એ ચોપડી વિશે કશું
સાંભળ્યું છે ?

ઇશા ( મૌન રહીને ફકત માથું ધૂણાવે છે. )

ઇશાન મેં પણ ખાલી સાંભળ્યું જ છે..વાંચી નથી..નહીંતર વધારે સારો, સરળ અને ..ખાત્રીબંધ ઉપાય સૂઝયો હોત..પણ એ અહીં નથી મળતી..જોકે આવું બધું લખવાનું વિદેશી લેખકોને જ સૂઝે..ખેર! જવા દો..હવે એ બધા માટે આમ પણ બહું મોડું થઇ ગયું છે. હવે તો ચાલો… યાહોમ કરીને પડો… ( નીચે જોતા ) જુઓ.. આ જગ્યા મને પરફેકટ લાગે છે. તમને શું લાગે છે ?

ઇશા ( જવાબ નથી આપતી કે નીચેની તરફ જોતી પણ નથી. વિચારોમાં મગ્ન છે એ જોઇને ઇશાન પૂછે છે. )
ઇશાન પાંચેક મિનિટ બેસવું છે ? રાહ જોવી છે ?
ઇશા ( અચાનક ચોંકીને ) રાહ ? શેની રાહ ?

ઇશાન ‘ આ સૂરજ મહારાજ અંતર્ધ્યાન થાય તેની..જુઓ..સામે..એના અસ્ત થવાની ભવ્ય તૈયારી ચાલી રહી છે.. કાલે ઉગતો સૂરજ ભલે ન જોઇ શકીએ…આથમતો સૂરજ હી સહી…જોકે આમ તો આથમતો..એ પણ આપણો એક ભ્રમ માત્ર જ ને ? કયાંક આ જ સૂર્ય આ ક્ષણે ઉગતો હશે.. અને એક વાત એ પણ ખરી જ કે .સૂરજ તો રોજ એક જ… પણ સવાર તો રોજ અલગ જ ને ? કયારે કઇ સવાર..કેવો રંગ લાવે એ કોણ કહી શકે ? પાનખર પછી હમેશા વસંત આવે જ છે એવું કવિઓ કહેતા હોય છે ને ? આથમતો સૂરજ કદાચ માનવીને ફિલસૂફ બનાવી દેતો હશે નહીં ? જુઓ…જુઓ.. વાહ… જતા જતા યે કેવો રંગવૈભવ વેરી રહ્યો છે નહીં ?

ઇશા ( ઇશાએ કોઇ જવાબ ન આપ્યો. ફકત વેધકતાથી યુવાનની આંખ સામે જોઇ રહી..જાણે કશુંક ઉકેલવા મથી રહી. )
ઇશાન ‘ ચાલ ચાલો, આપણે આપણા ઇરાદાને આખરી અંજામ આપીશું ? રેડી ? વ..ટુ..થ્રી…કરીશું ? સાથે કે સાથે કે વારાફરથી ?

ઇશા ( એકા ( એકાદ ક્ષણ યુવક સામે જોઇને ધીમેથી બોલી ઉઠી.. ) થેંકસ…મને બચાવવા માટે.
.ક્ષ .. ક્ષણિક આવેશમાંથી ઉગારવા માટે..’

ઇશાન અરે, હું કંઇ તમને બચાવવા માટે થોડો જ..હું તો પોતે..
ઇશા ( યુવકને બોલતો અટકાવી દે છે. તેમા મોં પર હાથ મૂકી દે છે.. ) આઇ એમ સ્યોર.. તમે અહીં આત્મહત્યા માટે નહોતા જ આવ્યા.. ( હળવું સ્મિત કરે છે. યુવક પણ તેની સામે જોઇ ધીમું હસે છે. )
ઇશાન ઓકે.. હવે તમે પકડી જ પાડયો છે તો…….
ઇશા.. નાઉ આઇ એમ ફાઇન.. મરવાનો વિચાર મેં મનમાંથી કાઢી નાખ્યો છે. હવે કહો..તમે કોણ છો ? આવી એકાંત જગ્યાએ કેવી રીતે..શા માટે આવ્યા હતા ?
ઇશાન .. કહેવું જરૂરી છે ?
ઇશા કેમ, એમાં કોઇ સીક્રેટ છે ? કોઇ વાંધો છે ?
ઇશાન નો… નોટ એટ ઓલ.. પણ પ્લીઝ..ડોંટ મીસ અંડરસ્ટેંડ મી..
ઇશા એ તો તમારી વાત સાંભળ્યા પછી નક્કી કરીશું.. ( હસે છે. )
ઇશાન .. એમાં કંઇ બહું મોટી વાત..કોઇ રહસ્યની વાત નથી. હકીકતે તમે મને નથી ઓળખતા પણ હું તમને ઓળખું છું.
ઇશા ( આશ્વર્યથી ) એ વળી કેવી રીતે ?
ઇશાન બે મહિના પહેલા તમારે ઘેરથી વાત આવેલી..
ઇશા.. વાત ? કેવી વાત ?
ઇશાન યુવાન છોકરા છોકરી માટે કેવી.. કઇ વાત હોય ?
ઇશા.. યુ મીન… ?
ઇશાન.. યેસ..આઇ મીન ..
ઇશા.. શું ?
ઇશાન ( હસીને ) બસ..એ જ જે તમે સમજો છો એ જ..
ઇશા.. એટલે તમે સીધી રીતે વાત નહીં કરવાના એમ જ ને ?

ઇશાન સીધી વાત એટલી જ કે તમારા ને મારા પપ્પાને કોઇ જૂની ઓળખાણ થોડા સમય પહેલા નીકળેલી..અને પછી તેમની વચ્ચે કોઇક વાત થતા તમારા પપ્પાએ તમારો ફોટો આપેલો અને તમે અહીં કઇ કોલેજમાં ભણો છો એ માહિતી આપી હતી.. તેથી આજે સમય મળતા હું તમારી કોલેજમાં પહોંચેલો..દૂરથી તમારી એક ઝલક મેળવવા.. અને ત્યાં …
ઇશા.. ( આશ્વર્યથી ) હજુ માન્યામાં નથી આવતું.

ઇશાન વેઇટ.. સાબિતી આપું ? ( ખીસ્સામાંથી ફોટો કાઢીને બતાવે છે. ) આઇ હોપ તમારો ફોટો તમે ઓળખી જ શકશો.. ( હસે છે. )

ઇશા.. ( ફોટો જુએ છે. ) યેસ.. આ તો ગયા વરસનો મારો ફોટો.. સોરી.. તમારા ઉપર શંકા કરવા બદલ..પણ …

ઇશાન એમાં તમારો કોઇ દોષ નથી. આજકાલ કોઇનો વિશ્વાસ જલદી કરાતો નથી.
ઇશા પણ તમે મને દૂરથી જોઇ લીધી હતી..પછી અહીં કેમ આવ્યા ? મારી પાછળ પાછળ ?
ઇશાન સાચી વાત કહું ?

ઇશા.. તમને જે યોગ્ય લાગે એ કહી શકો છો.. મને કોઇ ફરક નથી પડતો..
ઇશાન મતલબ ?

ઇશા આ વાત બે મહિના પહેલાની છે.. પરંતુ છેલ્લા એક મહિનામાં મારી દુનિયા બદલાઇ ચૂકી છે. મારે કયારેય લગ્ન નથી કરવા એવો નિર્ણય હું કરી ચૂકી છું. અને પ્લીઝ કોઇ કારણ નહીં પૂછો એવી આશા રાખી શકું ?

ઇશાન ઓકે.. એ તમારો અંગત નિર્ણય છે. જેને હું માન આપું છું. તમારી સ્વતંત્રતાની ..તમારી અંગતતાની હું કદર કરું છું.

ઇશા થેંક્સ..પણ મને એ વાત જાણવી જરૂર ગમશે કે તમે અહીં કેવી રીતે..શા માટે પહોંચ્યા ?

ઇશાન એ આગ્રહ જતો નહીં કરી શકાય ?
ઇશા પ્લીઝ..

ઇશાન ઓકે.. હું ખોટું નહીં બોલું..કેમકે કોઇ પણ સંબંધનો પાયો વિશ્વાસ છે અને વિશ્વાસ સત્યથી જ આવે છે એમ માનું છું.

ઇશા મારી આતુરતા વધતી જાય છે.

ઇશાન વાત એમ છે કે તમે જયારે તમે તમારી બહેનપણીઓ વચ્ચે ઘેરાયેલા હતા..ત્યારે તમારા મિત્રોની મોટે અવાજે થતી વાત મારા કાને અથડાઇ હતી અને હું મારી જિજ્ઞાસા રોકી નહોતો શકયો. અને મેં બધી વાત સાંભળી હતી.. તમે રડતા રડતા ગયા પછી હું તમારી મિત્ર અવનીને મળ્યો હતો. તેણે બધી વાત કરી હતી.તમારી અસ્વસ્થતા જોઇ મને ડર લાગ્યો હતો કે તમે કયાંક…અને બસ..મેં તમારો પીછો કર્યો … મારું અનુમાન સાચું નીકળ્યું.. તમે મને ઓળખતા નહોતા.. તેથી મારી ભક્તિ ચાલી ગઇ.. બસ..આટલી જ વાત હતી.મેં કોઇ ભૂલ કરી હોય તો સોરી.. .

ઇશા ( આઘાતથી ) એટલે તમે મારી બધી યે …

ઇશાન ( ભાવુકતાથી ) હા.. ઇશા, તમારી બધી પીડા..વ્યથા હું જાણું છું.. .સમજી શકું છું.. અને..અને …

ઇશા અને શું ? હવે મારા લગ્ન ન કરવાના નિર્ણયને તમે સમજી પણ શકયા હશો.. મારી કમનસીબીને …

ઇશાન ( વચ્ચેથી તેને અટકાવીને ) તમારા નિર્ણયને સમજી શકયો છું. પણ સ્વીકારી નથી શકયો..
ઇશા એટલે ? બધું જાણ્યા પછી તમને મારા માટે નફરત નથી થતી ?
ઇશાન નફરત તો ચોક્ક્સ થાય છે..પણ એ તમારે માટે નહીં.. એ છોકરાઓ માટે.જેણે પોતાના કાળા કરતૂતોથી અમને બધા યુવકોને ડાઘ લગાડયો છે.પુરૂષજાતિને શરમાવું પડે એવી સ્થિતીમાં મૂકી દીધી છે.
ઇશા તમને મારી દયા આવે છે ?

ઇશાન ના..દયા નહીં..માન છે મને તમારે માટે. દિલથી આદર કરું છું. તમે હકીકતને છૂપાવ્યા સિવાય કોર્ટમાં જવાની હિમત દાખવી છે. એનું મને ગૌરવ છે.

ઇશા પણ આપણો સમાજ …

ઇશાન જે આપણને સમજી ન શકે એવા કોઇ સમાજની હું દરકાર કરતો નથી. અને એક વાત કહું ?

ઇશા હા.. તમારી વાત સાંભળી મારા ઘાવ ઉપર ..મારા દૂઝતા જખમ ઉપર જાણે મલમપટ્ટી લાગી રહી છે.
ઇશાન તમને ખબર છે ? હું વકીલ છું. હમણાં જ મને ડીગ્રી મળી..અને મારો પહેલો કેસ હું તમારો.. .અને તમે હા પાડો તો.. .મારી થનાર પત્નીનો જ લડવાનો છું..

ઇશા ( ખૂબ આશ્વર્યથી ) મીસ્ટર.. .તમે..તમે આ શું બોલો છો ?

ઇશાન મારું નામ ઇશાન છે. અને હું સમજી વિચારીને પૂરા ભાન સાથે બોલું છું. અલબત્ત તમને જો વાંધો ન હોય તો જ.. …

ઇશા ( થોડા કટાક્ષથી ) મારી વાત સાંભળીને મારી ઉપર દયા આવી લાગે છે.

ઇશાન દયા હોય તો ખાલી મદદ કરાય..જીવનભરનો સાથ ન મગાય ..

ઇશા ઇશાન, મને હજુ વિશ્વાસ નથી આવતો..

ઇશાન ( હસીને ) શું કરું તો વિશ્વાસ આવે ?
ઇશા પણ ઇશાન..

ઇશાન નો પણ.. પ્લીઝ..નો દલીલ..મારે તમારી કોઇ વાત..કોઇ કેફિયત સાંભળવી નથી. એક બીજી વાત કહું ?

ઇશા તમે બોલતા રહો અને હું જીવનભર સાંભળતી રહું..

ઇશાન ઇશા, મહાભારતના એ પ્રસંગનો તમને ખ્યાલ હશે જ.. ભરસભામાં દ્રૌપદીનું વસ્ત્રાહરણ દુ:શાષને કર્યું હતું. હું માનું છું કે એમાં દ્રૌપદી કરતા યે સમગ્ર પુરૂષજાતનું અપમાન વધારે હતું. આખી પુરૂષજાતને એણે નગ્ન કરી દીધી હતી. કેવી હીણપતભરી સ્થિતિ પુરૂષોની હતી.. ભીષ્મ જેવા પ્રતાપી પુરૂષની સુધ્ધાંની! સમજાય છે મારી વાત ? હું શું કહેવા માગું છું તે..સમજાય છે મારી ભાવના..મારા વિચારો ?
ઇશા મારા દિલનો ભાર હળવો થઇ ગયો. કાશ.. બધા છોકરાઓ આ સમજી શકતા હોત તો ?

ઇશાન કોર્ટમાં તમારો, મારી પત્નીનો કેસ લડું ત્યારે એ સમજાવવાનો..સાબિત કરવાનો જ મારો પ્રયત્ન હશે. એ નરાધમોએ ..માનવતાને કલંક લગાડી .. સારા પુરૂષોને પણ શંકાના દાયરામાં મૂકી દીધા. આવા અધમ કૃત્યથી સમગ્ર પુરૂષજાતને નીચું જોવડાવનારાઓને એમના કરતૂતોની સજા મળીને જ રહેશે. એ કંલક હવેથી સ્ત્રીઓનું નહીં..પુરૂષોનું બની રહેશે. એ બધી વાત હું મારી રીતે કોર્ટમાં…છાપાઓમાં ને મીડીયામાં સમજાવવાનો પ્રયત્ન કરીશ.. ને એની અસર એકાદ ટકાને પણ થાય અને એક નવો સૂરજ ઊગે..સમાજમાં નવી સમજણ કેળવાય.તારી બહેનપણીઓ જેવી છોકરીઓની માનસિકતા બદલાય એ જ આપણું જીવનધ્યેય બની રહેશે. અને એ જ હશે અમારું ..સમગ્ર પુરૂષજાતિનું પ્રાયશ્વિત.. અને એ ચિનગારી જલાવવાની એક નાનકડી શરૂઆત મારાથી..

ઇશા ( વચ્ચેથી જ ગળગળા અવાજે.. ) થેંક્સ ઇશાન..બસ..આજે મને જાણે બળાત્કાર શબ્દમાંથી…સ્મૃતિની એ પીડાના ઓથારમાંથી મુક્તિ મળી ગઇ. હવે આપણા બંનેનું સહિયારૂ જીવનકર્તવ્ય એક જ બની રહેશે..

ઇશાન અરે, એક સૌથી અગત્યની વાત તો રહી જ ગઇ.
ઇશા ( નવાઇથી ) હજુ શું રહી ગયું ?

ઇશાન વેઇટ.. એક મિનિટ..( આમતેમ ફરીને ..નજર ફેરવીને ત્યાં ઊગેલી એક બોગનવેલમાંથી એક ફૂલ તોડી ઇશા સામે ઘૂંટણિયે બેસીને તેને ફૂલ આપીને અદાથી પૂછે છે..પ્રપોઝ કરે છે..)

મેડમ… વીલ યુ મેરી મી ? સોરી..ગુલાબને બદલે અત્યારે આ બોગનવેલથી કામ ચલાવી શકશો ?

( ઇશા મૌન બનીને તેના હાથમાંથી ફૂલ લે છે. બંને એકમેકનો હાથ પકડી ધીમે ધીમે જાય છે.. પક્ષીઓનો કલરવ.. દૂરથી આવતો મંદિરની ઘંટડીઓનો રણકાર.. વાતાવરણમાં પડઘાઇ રહે છે. સાથે કોઇ શબ્દો હવામાં પડઘાતા રહે છે. અને પડદો પડે છે. )

આજના યુગમાં વકરતા જતા આ દૂષણને દૂર કરવા આપણે સૌ સાથે મળીને ઝઝૂમીશું ? પુરૂષોની વાસનાનો ભોગ બનેલી ઇશા જેવી યુવતીઓની કૃત્રિમ દયા ખાવાને બદલે એમને અપનાવીને એમને સમાજમાં માનભર્યું સ્થાન અપાવીશું ? આપણે નવી પેઢી એ માટે સજ્જ બનીશું..? એક નવા સૂરજની આશા નવી પેઢી પાસેથી રાખી શકીશું ? આજે એક હાથ મેં લબાવ્યો છે. એમાં આપનો હાથ જોડાવાની મને પ્રતીક્ષા છે..અને શ્રધ્ધા છે એક નવા સૂરજના ઊગવાની..એક નવી સવારના શમણાં સાથે આ એક શરૂઆત છે.. એ શમણાંને સાકાર કરવા માટે પ્રતીક્ષા છે આપના સાથની.. આપની હિમતની..

( ( ( પડદો પડે છે.. આ છેલ્લો પ્રેરેગ્રાફ રાખવો કે કાઢી નાખવો એ દિગ્દર્શકનો નિર્ણય હોઇ શકે..સામે કયા પ્રકારના પ્રેક્ષકો છે એને આધારે એ નિર્ણય લઇ શકાય. લાઇટીંગ ઇફેકટથી નાટકને વધારે પ્રભાવશાળી બનાવી શકાય. )

 
 

એકાંકીસ્પર્ધાનું પારદર્શી પરિણામ


 
Leave a comment

Posted by on 22/07/2012 in Uncategorized

 

થૈ જતો… -નેહા પુરોહિત


સ્વર ભીતરમા એકધારો થૈ જતો,
કાશ, એ રીતે તુ મારો થૈ જતો…

મનને હોમી દઉં સ્મરણની આગમાં,
એ સમય છો ને તિખારો થૈ જતો…

બોલકું થૈ મૌન ચકરાવે ચડે,
શબ્દ નિર્ધન ને બિચારો થૈ જતો…

શાંત જળમાં કાંકરી ફેંક્યા પછી,
જળ નહીં, વિહ્વળ કિનારો થૈ જતો..

હાથ રાધાનો બને છે વાંસળી,
મીરા માટે એકતારો થૈ જતો….

-નેહા પુરોહિત, ભાવનગર

 
Leave a comment

Posted by on 20/06/2012 in Uncategorized

 

ભાવનગર ગદ્યસભા આયોજિત એકાંકી નાટ્યલેખન સ્પર્ધા


Gadya Sabha
‎—– ભાવનગર ગદ્યસભા આયોજિત એકાંકી નાટ્યલેખન સ્પર્ધા ——
ભાવનગર ગદ્યસભા ના ૨૧ મા સ્થાપનાદિન નિમિત્તે ગુજરાતી ભાષાના તમામ સર્જકો માટે એકાંકી નાટ્યલેખન સ્પર્ધાની ઘોષણા કરવામાં આવેલ છે. શ્રી વિનોદ અમલાણીના સૌજન્યથી, ભાવનગર ગદ્યસભા દ્વારા આયોજિત આ સ્પર્ધામાં ભાગ લેવા માંગતા સર્જકોએ સ્વરચિત, અપ્રગટ, સંપૂર્ણ મૌલિક તેમજ ૩૦ થી ૪૫ મિનિટની સમય મર્યાદાનું, મંચનક્ષમ ગુજરાતી એકાંકી તા-15/05/2012 સુધીમાં -અજય ઓઝા, ભાવનગર ગદ્યસભા, પ્લોટ નં. ૫૮, ‘આસ્થા’, મીરા પાર્ક, અખિલેશ સર્કલ, ઘોઘા રોડ, ભાવનગર-૩૬૪૦૦૧ (મો-૯૮૨૫૨૫૨૮૧૧) – ના સરનામે મોકલવા વિનન્તી. શ્રેષ્ઠ ત્રણ એકાંકીઓને અનુક્રમે ૧૦૦૧, તથા ૭૫૧, અને ૫૦૧ રૂપિયા નું ઈનામ આપવામા આવશે. એકાંકીકારોએ પોતાની વિગતો અલગ કાગળ માં લખવી. સ્પર્ધાના પરિણામ સુધી કૃતિ અપ્રગટ રાખવી. ગદ્યસભાના ઇ-મેલ gadyasabha@hotmail.com પર પણ કૃતિ મોકલી શકાશે.ગદ્યસભાએ નિમેલા નિર્ણાયકોનો નિર્ણય સૌને બંધનકર્તા રહેશે. વિશેષ વિગતો ગદ્યસભાના બ્લોગ http://www.gadyasabha.wordpress.com પર પણ જોઈ શકાશે.

 
1 ટીકા

Posted by on 26/02/2012 in Uncategorized

 

પસંદગીનો દુશ્મન …..વાર્તા -નીતિન ત્રિવેદી


 
1 ટીકા

Posted by on 17/12/2011 in Uncategorized

 
 
%d bloggers like this: