RSS

Category Archives: લેખ

ચિત્ર

લલિત નિબંધ સ્પર્ધા


GS

Advertisements
 

ટૅગ્સ:

જૂદા થવું (ગઝલ-હર્ષા ચૌહાણ)


પર્દા પર પર્દા ચડાવે એટલે જૂદા થવું.

ચર્ચા પર ચર્ચા કરાવે એટલે જૂદ થવું.

આરઝૂના બાગમાં ખીલી હતી સુંદર કળી,

વૃક્ષ જો માળી કપાવે એટલે જૂદા થવું.

હોઠને હસવું પડે છે આજ તો હર વાત પર

આંખ જો અશ્રુ વહાવે એટલે જૂદા થવું.

એક રૂદન જેમ છે આ જિંદગી એ જાણજે

દર્દ જીવનભર સતાવે એટલે જૂદા થવું.

માનવી ને મન સમરભૂમિ સમી છે જિંદગી

જાતને યુધ્ધે ખપાવે એટલે જૂદા થવું.

 

-હર્ષા ચૌહાણ,  ભાવનગર

૦૯૪૨૮૧૮૩૧૧૮

 
1 ટીકા

Posted by on 13/11/2011 in લેખ

 

‘સર…!’ (લઘુનવલ, લે-કલ્પેશ પટેલ) ઃ અભેદ્ય વિકલ્પની શોધમાં -અજય ઓઝા


 
 

શબ્દસંગત – mermaid -નારન બારૈયા


શબ્દસંગત – નારન બારૈયા

મર્મેડ એક એવું વોટર-ક્રિએચર હોવાનું મનાય છે, જેના શરીરનો કમરથી ઉપરનો ભાગ માનવ સ્ત્રીનો છે અને નીચેનો ભાગ માછલીનો છે

Mermaid… એનું કોઈ ચોક્કસ ડેસ્ટિનેશન નથી, પણ હા એ કોઈ નદી કે જળાશય અથવા તો દરિયા સિવાય બીજે ક્યાંય જોવા ન મળે. હા, ‘લિટલ મર્મેડ’, ‘સ્પ્લેશ’, ‘મર્મેડ’ કે ‘પાઈરેટ્સ ઓફ ધ કેરિબીયન : ઓન સ્ટ્રેન્જ ટાઈડ્સ’ જેવી ફિલ્મોમાં તે ઘેરબેઠાં કે શહેરબેઠાં જોવાનું હવેના જમાનામાં શક્ય બન્યું છે. બાકી તેનો સાક્ષાત્ અનુભવ ઘણી બધી રીતે ‘અઘરો’ છે.

એક હોડી કે વહાણ લઈને તમે દૂર-સુદૂરની સમુદ્રયાત્રાએ નીકળી પડો તો શક્ય છે કે જળજગતમાં ‘જાલીમ’ રૃપ ધરાવનારી અને શાલિન અવાજે વાત કરનારી mermaid તમને મળી જાય. તમે તો એના પ્રેમ અથવા તો વહેમમાં પડી જ જવાના, પણ શક્ય છે કે mermaid પણ તમારા પ્રેમમાં પડી જાય. તમારા પ્રેમમાં પડેલી mermaid તમને પાણીના ઊંડાણમાં ખેંચી જાય. તમે પ્રેમમાં ગરકાવ થયા હોવાથી તમને ખબર પણ ન પડે કે તમે પાણીમાં પણ ગરકાવ થઈ રહ્યા છે અને ખબર હોય તો mermaid તમને જ્યાં લઈ જાય ત્યાં જવા માટે તમારું મન બેતાબ છે. ક્યા બાત… ? તમે એક અનોખો અનુભવ કરાવતી અદ્ભુત દુનિયામાં આવી શકો છો અને પછી જ્યારે તમે અનુક્રમે દરિયાની સપાટી ઉપર અને જમીનની માટી ઉપર પગ મૂકો છો ત્યારે તમે mermaid પાસેથી મળેલી અદ્ભુત શક્તિઓ અને લખલૂંટ સંપત્તિના માલિક છો. આ શક્તિ અને સંપત્તિ તમારી હવે પછીની જિંદગીને મોજ-મજા અને રોમાંચથી ભરપૂર બનાવી શકે છે. ચોક્કસ આવું બની શકે છે, પરંતુ mermaidનો આવો ‘લાભ’ મેળવવા માટે બે શુભ બાબતો અત્યંત જરૃરી છે. પહેલી બાબત તો એ જ છે કે mermaidનો આવો પ્રેમ પામવા માટે તમારી અંદર આપણી ફિલ્મોના વિલનોમાં હોય છે તેવો એક પણ દુર્ગુણ તમારામાં ન હોવો જોઈએ. Mermaid તો જ તમારા પ્રેમમાં પડી શકે જો તો તમે એક નિખાલસ, શુદ્ધ અને પવિત્ર મનના મનુષ્ય હો… આટલી લાયકાત ધરાવ્યા પછી પણ તમે એમ માનતા હો કે હવે તમને mermaid સાથે લવ કરવાનું લાઇસન્સ મળી ગયું છે… તો યુ આર ઓન ધ રોંગ વે… Mermaidને તમારે પોતાની સગી આંખે જોવી હોય તો એ માટે જરૃરી છે કે તમે જૂના જમાનાની કોઈ ને કોઈ દંતકથાનું પાત્ર હોવા જોવા જોઈએ, કારણ કે mermaidને વાસ્તવિક દુનિયા સાથે કોઈ જ સીધું અનુસંધાન નથી! Mermaid એ માત્ર દંતકથાઓમાં જ જોવા-સાંભળવા મળતું કાલ્પનિક પાત્ર છે!!

નાં જુદા જુદા પ્રકારનાં વર્ણનોવાળી દંતકથાઓ જગતભરમાં ઠેરઠેર પથરાયેલી પડી છે, પરંતુ જળાશયો અને ખાસ કરીને દરિયામાં રહેનાર આ ક્રિએચરની સર્વસામાન્ય ખાસિયત એ છે કે તેનો કમરથી ઉપરનો ભાગ માનવ સ્ત્રીનો હોય છે અને કમરથી નીચેનો ભાગ માછલીનો હોય છે. એટલે એક સ્ત્રી અને તેની સાઈઝની માછલી લઈને બંનેને વચ્ચેથી કાપીને, સ્ત્રીનો ઉપરનો ભાગ અને માછલીનો નીચેનો ભાગ જોડી દેવાથી mermaid બને છે, પણ આ રીતે કોઈ mermaid બનાવતું નથી, કારણ કે આવું કર્યા પછી સ્ત્રી અને માછલીના બાકીના વધેલા ભાગોનો નિકાલ કઈ રીતે કરવો તેની શોધ હજી થઈ નથી. પણ હા, એ વાતની શોધ થઈ ચૂકી છે કે જે રીતે mermaidની અંદર સ્ત્રી અને માછલીનું કોમ્બિનેશન હોય છે તે રીતે mermaid શબ્દની અંદર ‘mere’ અને ‘maid’ એવા બે શબ્દોનું કોમ્બિનેશન છે. આમાં ઓલ્ડ ઇંગ્લિશના mere શબ્દનો અર્થ ‘lake’ અથવા ‘pond’ અથવા ‘sea’ થાય છે અને maid એટલે કન્યા. આમ mermaid શબ્દનો અર્થ થાય છે- સમુદ્રકન્યા… તે છતાં mere શબ્દ તળાવ કે સરોવરનો અર્થ પણ પૂરો પાડવાનું કામ કરતો હોવાથી તેને ‘જળકન્યા’ પણ કહેવામાં આવે છે. જોની ડેપની અદ્ભુત અદાકારી અથવા તો જેક સ્પેરોનાં સનસનાટીભર્યાં સાહસોને ચમકાવતી ફિલ્મ ‘પાઈરેટ્સ ઓફ ધ કેરિબિયન : ઓન સ્ટ્રેન્જર ટાઈડ્સ’નું હિન્દીમાં ડબિંગ કરતી વેળા mermaid માટે ‘જલપરી’ શબ્દ પ્રયોજવામાં આવ્યો હતો.

બાય ધ વે, mermaid શબ્દનું ચલણ મિડલ ઇંગ્લિશ વખતથી શરૃ થયું છે. Mermaidના મેલ-વર્ઝન માટે merman શબ્દ પણ વપરાય છે. MermanLke પણ એની પોતાની અનોખી ખાસિયતો અને કથાઓ છે, છતાં મનુષ્ય જગતને merman કરતાં mermaidમાં જ વધારે રસ પડયો છે. અલબત્ત, એ યાદ રાખવું જરૃરી છે કે, mermaid અને mermanના ઉભય પ્રકારના ઉલ્લેખ માટે અંગ્રેજીમાં merfolk, merpeople જેવા શબ્દો પણ અંગ્રેજીમાં વપરાય છે.

Mermaid માટે અંગ્રેજીમાં ખાસ કોઈ એવો સમાનાર્થી શબ્દ પાક્યો નથી જે mermaid શબ્દની બરોબરી કરી શકે. તે આ શબ્દનું અખંડ અનન્યપણું તોડવા પૂરતો ‘sea-maid’ શબ્દ ઘણી વાર ઘણા લોકોને કામ લાગે છે. જોકે, ઇંગ્લિશ સિવાયની અન્ય ભાષાઓમાં mermaid માટે અમુક ચોક્કસ શબ્દો જરૃર મળી આવે છે. દા.ત. ગ્રીક લોકો mermaid માટે Derketo શબ્દ વાપરતા. તો વળી કેરિબિયાના નિયો-ટાઈનો નેશન્સમાં mermaid માટે Aycayia શબ્દ ચલણમાં છે. Mermaid અને mermen ફિલિપાઇન્સ લોકગીતોમાં પણ ભારે ધૂમ મચાવે છે.

ફિલિપાઈન્સમાં તેના માટે sirena અને શબ્દો વપરાય છે. વિવિધ દેશોના માત્ર આટલા ઉલ્લેખો વાંચ્યા પછી ભારતીય વેદો, પુરાણો, શાસ્ત્રો તરફ નજર કરીએ તો એના માટે એક અલગ જ લેખ ફટકારવાનું મન થઈ આવે.

Mermaid અભ્યાસુઓને પણ જ્ઞાનસમુદ્રના ઊંડા તળિયે ખેંચી જાય એવી હોય છે, પણ…

અભ્યાસુઓ કહે છે કે, અસિરિયાની રાણી સેમિરામિસની માતા એટરગટીસ જગતની સૌપ્રથમ mermaid હતી અને આ એટરગટીસને જ ગ્રીકના લોકો ડર્કેટો તરીકે ઓળખતા હતા.

naranbaraiya@yahoo.com

 
Leave a comment

Posted by on 06/07/2011 in લેખ

 

‘લ્યો, હુ તો જીવવાનું જ ભૂલી ગયો !’ (લે-વિનોદ અમલાણી) જીવનદુરસ્તીનો પથ…અવલોકન – અજય ઓઝા


 
 

શબ્દસંગત -નારન બારૈયા


જગતમાં ગોસ્ટ જેવું કંઈ ન હોય તો જિંદગી કેવી ‘હોન્ટેડ’ બની જાય?

Ghost … બહુ વધારેપડતું નહીં, પણ સહેજ અમથું ધ્યાનપૂર્વક જોશો તો ય ખ્યાલ આવી જશે કે આ શબ્દનો અર્થ જ નહીં, સ્પેલિંગ અને ઉચ્ચાર પણ ભુતાળવો છે… જુઓ, જુઓ… લખવામાં આવે છે ખ્તર્રજં અને ઉચ્ચાર થાય છે ગોસ્ટ! આમાં ખુરશી આકારના ‘hલ્લ નું શું? લખવામાં ‘hલ્લ ને ચીતરી મારવાનો પણ બોલતી વખતે એનું નામ નહીં લેવાનું. ભૂલે-ચૂકેય જો તમે ‘ઘોસ્ટ’ કે ‘ગ્હોસ્ટ’ બોલશો તો અંગ્રેજી ઉચ્ચારશાસ્ત્રના રાખડીબંધ ભૂવાઓ વાસા-વધાવો નાખ્યા વગર જ તમારું ‘કારણ’ કાઢીને કે’શે : આ ભાયને અશુદ્ધ આંગ્લ ઉચ્ચારનું ભૂત વળગ્યું છે. માટે અશુદ્ધ ઉચ્ચારનું ભયંકર ભૂત વળગે ઈ પેલા ‘ઘોસ્ટ’ને બદલે ‘ગોસ્ટ’ બોલવાની ટેવ પાડી દેવી સારી.

ઓક્સફર્ડ યુનિર્વિસટીના એટિમોલોજિકલ અડ્ડાના ભયંકર ભોંયરામાં માત્ર સો ગ્રામ જેટલું ભ્રમણ કરશો તો તમને ghost શબ્દનું વિશેષ જ્ઞાન પણ સરળતાપૂર્વક વળગી જશે. આમાં વાત આખી એમ છે કે ghost શબ્દનો જોડણીલક્ષી ગેટઅપ જેવો આજે છે તેવો જૂના વખતમાં નહોતો. મૂળે આ ઓલ્ડ ઈંગ્લિશનો જર્મન મૂળનો શબ્દ છે. ઓલ્ડ ઈંગ્લિશમાં તેની જોડણી gast થતી હતી. પણ વખત જતા gastની અંદર ‘hલ્લ અક્ષરનું ભૂત વસવાટ કરવા લાગ્યું. આ ભૂતને ‘ઓઓઓ….’ એવી જોરૂકી બૂમો પાડવાની ટેવ હતી. એના કારણે gast શબ્દની અંદર રહેવા આવેલ ‘h’ ના ભયથી ત્રાસીને ‘a’ અક્ષર ક્યાંક બીજે રહેવા વહ્યો ગયો. પણ ‘ઓઓઓ….’ એવી વારંવારની બૂમો સાંભળીને ‘O` અક્ષર આ શબ્દને કાયમ માટે વળગી ગયો. આમ, આ બધી ઘટનાઓને કારણે ઓલ્ડ ઈંગ્લિશનો ખ્તટ્વજં શબ્દ મોડર્ન ઈંગ્લિશમાં ખ્તર્રજં બની ગયો. પણ લોકોને ‘h’ ની દાદાગીરી બહુ ગમતી નહોતી. પરિણામે કોઈએ ‘h ને વતાવ્યો જ નહીં. આ અવોઈડન્સના ભાગરૂપે વિદ્વાનો આજે પણ ‘ગોસ્ટ’ ઉચ્ચારનો જ આગ્રહ રાખે છે. જોકે દેવનાગરી લિપિના સાયન્ટિફિક સંસ્કારોને મગજમાં ગટગટાવીને વિશ્વભરમાં ઘૂમી રહેલા ઇન્ડિયન ઉચ્ચારકારો પાસે આવા આગ્રહોનું કાંઈ જ ઉપજતું નથી. પરિણામે અડધોઅડધ ઇન્ડિયનો ‘ગોસ્ટ’ની જગ્યાએ ‘ઘોસ્ટ’ ઉચ્ચારની ઘોસ્ટમ્ ઘોસ્ટ બોલાવે છે. એટલું જ નહીં. ghost શબ્દ માટેની અમારી સંશોધનયાત્રા દરમિયાન અમારાં ખાનગી સૂત્રોએ અમને સરાજાહેર એવું કહી દીધું હતું કે હવે તો પટેલોના મોટેલોમાં રમી-જમીને મોટી થયેલી આંગ્લપ્રજાની નવી પેઢી પણ ‘ગોસ્ટ’ ને બદલે ‘ઘોસ્ટ’ બોલતી થૈ ગૈ છે!

પણ હા, એક વાત ખરી કે ghost પોતે નસીબદારોને જ જોવા મળે છે. તે ઈશ્વર જેવું છે. જેને તેને દર્શન નથી આપતું. જેને તેને હેરાન પણ નથી કરતું. જેને તેને માલામાલ પણ બનાવી નથી દેતું. ghost ની તો દુનિયા જ જુદી છે. જોકે કેટલાક વિદ્વાનો કહે છે કે ghost એ કોઈ કામની વસ્તુ નથી.

હકીકતમાં Ghost એક અત્યંત કામની ‘હસ્તી’ છે.

Ghost એક વિનામૂલ્યે, સસ્તી મળતી મસ્તી છે. Ghost આમ જુઓ તો સોનાના ભાવે વેચાતી પસ્તી છે.

Ghostનો સૌથી મોટો અને મહત્ત્વનો ઉપયોગ ડરવા અને ડરાવવામાં થાય છે. તમને લાંબા સમયથી ક્યાંય, કોઈનાથી ડરવા જ ન મળ્યું હોય તો શક્ય છે કે ghost તમને ડરવામાં કામ લાગે.. કોઈ સારું અને શક્તિશાળી ghost હોય તો તમારે જેટલું ડરવું હોય એટલું ડરી શકો. ખ્તર્રજંનો મોટો ફાયદો એ છે કે તમારી પાસેથી એ તમને ડરાવવાના પૈસા વસૂલતું નથી. એની ડર સેવા એટલી બધી નિઃસ્વાર્થ હોય છે કે તે તેને માનનારને હંમેશાં વિનામૂલ્યે જ ડરાવે છે. એસીબીએ અત્યાર સુધી કોઈ ghostને ડરાવવા બદલ માણસો પાસેથી પૈસા પડાવતું પકડયું નથી. (નહીંતર…. આહાર, ભય, નિદ્રા, મૈથુનના જરૂરી ક્વોટા વગર ચાલે છે મનુષ્યને)

હા, એટલું ખરું કે ghost નો યોગ્ય ઉપયોગ કરીને અમુક પ્રકારના મનુષ્યો સારો એવો પૈસો બનાવી શકે છે. ભૂવાઓ અને તાંત્રિકો માટે ghost એ ધંધાનું સાધન છે. ghost અનેક લેખકોનું તારણહાર છે. ghost અનેક ફિલ્મકારોની કરિયર છે. તમે કલ્પના કરી શકો કે જગતમાં ભૂત ન હોત તો રામસે બ્રધર્સની કરિયર કઈ દિશામાં ડાકલાં વગાડતી હોત?

માત્ર કરિયરનો કરંડિયો માથે લઈને ફરનારાઓને જ નહીં, સાધારણ મનુષ્યોને પણ ghost ઓછું ઉપયોગી નથી. ઉનાળાની ગોર્જિયસ ગરમીના દિવસોમાં અગાસી કે ધાબા ઉપર સૂવા જનારાઓની મોજીલી મંડળીઓ પાસે ghostની વાતો જ ન હોય એવી કલ્પના શું ડરામણી નથી? શહેર-ગામથી દૂર -સુદૂરની સીમામાં કે જંગલમાં અધરાતે – મધરાતે વાતુનાં વડાં કરનારી અને ફાંકા – ફોજદારીના ફટાકડા ફોડનારી પાર્ટીઓ પાસે ghostની વાતો ન હોય તો કેવો સન્નાટો હોય?

દાદાઓ – દાદીમાઓ અને ફિલ્મો – ટેલિવિઝનો પાસેથી પ્રાપ્ત થતી ghost સ્ટોરીઓ સાંભળવા-જોવા ન મળે તો શું આપણાં બાળકો નિર્ભયપણે ઊંઘી શકે? શક્ય છે કે ghost Story સાંભળ્યા વગર પરાણે – પરાણે પારણામાં પોઢેલો પનોતો પુત્ર પાયથાગોરસના પ્રમેયનું સપનું જોઈને ઝબકી ઊઠે અને એને સૂવડાવવા માટે તમારે એને એકાદ ghost સંભળાવવી પડે.

શું આપણને સૌને કોઈ ને કોઈ એક ghost ઓછામાં ઓછું નથી વળગેલું ? કોઈને પત્ની નામનું ghost તો કોઈને પ્રેમિકા નામનું ghost કોઈને ધર્મ નામનું ghost છોડતું નથી. તો કોઈને પૈસો નામના ghost નો વળગાડ છૂટતો નથી. કોઈને બોસ નામનું ghost ટીઝ કરે છે તો કોઈને કર્મચારી નામનું ghost ફ્રીઝ કરે છે. કોઈનું તો ઘર જ આખું ghost હોય છે તો કોઈને જિન્સ પેન્ટના ખિસ્સામાં ghost થતું હોય છે. કોઈને વ્યસન નામનું ghost હેરાન કરતું હોય છે તો કોઈ વિદ્યાર્થીને લેસન નામનું ghost રોજેરોજ પરેશાન કરતું હોય છે અને કોઈના માટે તો ક્યારેક સમય પોતે જ ghost બની જાય છે. તમે જાતજાતના અને ભાતભાતના ghostની દુકાન માંડી શકો છો. લા રોચેફોકોલ્ડ નામના એક વિચારકે કહ્યું છે : True love is like a ghost, everybody talks about it, few have seen it. સાચા પ્રેમનું ભૂત જેવું હોય છે. બધા એના વિશે વાતો કરે છે, પણ બહુ ઓછાને તે જોવા મળે છે.

ghostનો અર્થ થાય છે. Spirit અથવા soul.

અંગ્રેજી ભાષામાં soul અને Spirit ઉપરાંત apparation, phantom, revenant, shade, spectre, spook, sprite, wraith વગેરે જેવા અનેક શબ્દો ghost ના સમાનાર્થી તરીકે ફરજ બજાવે છે. પણ જગતભરના ghost પોતે શું ફરજ બજાવે છે તેની તો કદાચ એમને પોતાનેય ખબર નહીં હોય…!

પણ …

જગતમાં ghost જેવું જ કંઈ ના હોય તો જિંદગી કેવી કંટાળાજનક બની જાય ? માણસને કોઈ ને કોઈ ghost ના મળે તો એની જિંદગી જ આખી ‘હોન્ટેડ’ બની જાય. ટેલ મી ગાય, વ્હૂ ઈઝ યોર ગોસ્ટ?

naranbaraiya@yahoo.com

 
1 ટીકા

Posted by on 18/06/2011 in લેખ

 
 
%d bloggers like this: