RSS

Category Archives: લઘુકથા

ચિત્ર

નિમંત્રણ – લટૂર પ્રકાશન


Graphic1

Advertisements
 

“રાજયોગ” (લઘુકથા) -દિવાકર ઉપાધ્યાય


“રાજયોગ” (લઘુકથા) -દિવાકર ઉપાધ્યાય

શબ્દ સાંભળતા તેના કાન જરૂર ચમક્યા. જીવનમાંકદાચ પહેલીજ વાર આ શબ્દ તેના માટે વપરાયો હતો. પોતાના બાળકોની નાની જરૂરીયાતો પુરી કરવામાં પણ ફાફાં હતા ને ત્યાં વળી આજે મંદિરના પગથીયા ઉપર સામેથી આવતા પંડિતજી એ તેને જોઇને આ શબ્દો ઉચ્ચાર્યા.
થોડે આગળ જતા કોઇ બંગલા માંથી સાદ પડ્યો,
“એ ભાઇ, આ ભંગાર લેશો?”
ભંગાર લેતી વેળાએ તેનું ધ્યાન બંગલાના એક ખુણામાં પડેલી મચ્છરદાની ઉપર ગયું, “આ મચ્છરદાની આપવાની છે?”
દસ રૂપીયામાં ફાટેલી મચ્છરદાની લઇને તે પોતાના ‘ઘર’ સુધી આવ્યો. પતિ- પત્નિએ બે છેડા ફુટ્પાથની દિવાલ ઉપર અને બે છેડા રસ્તા ઉપર ઇંટના ટુકડા ગોઠવીને આજે આ શાહી પથારી બનાવી. તળાવની પાળે વર્ષોથી રહેતા અને વર્ષો જુની મચ્છરદાનીની ઇચ્છા આજે પુરી થઇ હતી. સુતા- સુતા કાનજીના મનમાં આજે સવારે સાંભળેલા શબ્દો પડઘાઇ રહ્યા હતા;
“રાજયોગ”.

 
1 ટીકા

Posted by on 05/06/2013 in લઘુકથા

 

લઘુકથા સ્પર્ધાનું પરિણામ


ભાવનગર ગદ્યસભા આયોજિત લઘુકથા સ્પર્ધાનું પરિણામ માનનીય નિર્ણાયકશ્રી મનોહરભાઈ ત્રિવેદીએ ખૂબ જ ઝડપથી તૈયાર કરી આપ્યું છે. વિજેતાઓના નામ આ પ્રમાણે છે ;

પ્રથમ ઈનામ – ”વૈધવ્ય” – શ્રી બકુલ દવે (સુરેન્દ્રનગર) મો-૯૪૨૭૭૧૬૭૬૮
દ્વિતીય ઈનામ – ”ગણગોર્નું હાસ્ય” – શ્રી ડૉ. નવિન મોદી (વ્યારા) મો-૯૩૨૭૯૩૮૦૮૯
તૃતીય ઈનામ – ”ખૂણો” – શ્રી દક્ષા બી. સંઘવી (ગાંધીધામ) મો-૯૪૨૭૦૧૪૬૪૦

પ્રોત્સાહન ઈનામ – ”પમ્મર” – શ્રી દીના પંડ્યા (અમદાવાદ) ફોન-૦૭૯-૨૭૪૩૫૬૮૨
પ્રોત્સાહન ઈનામ – ”ફૉર્માલિટી” – શ્રી અજય સોની (અંજાર) મો-૯૦૩૩૮૪૩૮૦૫
પ્રોત્સાહન ઈનામ – ”દીકરો” – શ્રી ડૉ. કેતન કારીયા (જામનગર) મો-૯૮૯૮૨૬૧૬૭૬

સૌને અભિનન્દન. વિજેતાઓના સન્માનનો કાર્યક્રમ નક્કી થયે તુરત જ અહિ બ્લોગ પર જાહેરાત કરવામાં આવશે. તમામ સ્પર્ધકો હવે પોતાની લઘુકથા પ્રગટ કરી શકે છે.
આવેલ ૭૧ લઘુકથાઓનું વિગતવાર ગુણાંકન સાથેનું નિર્ણાયકશ્રીએ તૈયાર કરી આપેલ પરિણામ પત્રક જોવા માટે નીચે ક્લિક કરો
Laghukatha Result

 
ચિત્ર

લઘુકથા સ્પર્ધા


 
 
%d bloggers like this: