RSS

Category Archives: ગઝલ

વહાવી દો (ગઝલ) -સુધીર પટેલ


અમે આંસુ છીએ, ચાહો અગર તો બસ વહાવી દો,
નહીંતર ચૂપ રહેશું જિન્દગીભર જો છુપાવી દો !

હયાતી છે અમારી તણખલા જેવી જ હળવીફૂલ,
તમે માળો સજાવો કે હવામાં એ ઉડાવી દો !

અમે સૂરજ નથી કે જીદ પર આવી સળગશું રોજ,
અમે તો કોડિયાં, ચાહે જલાવો કે બુઝાવી દો !

અમે અંબર નથી કે આંબવામાં પણ પડે ફાંફાં,
અમે ધરતીના છોરું, હાથ દૈ હૈયે લગાવી દો !

અમે વિચાર પણ ક્યાં કોઈ ભારેખમ છીએ ‘સુધીર’?
જરા હળવું કરી કંઇ સ્મિત ચહેરા પર સજાવી દો !

-સુધીર પટેલ
sudhir12@gmail.com

Advertisements
 
3 ટિપ્પણીઓ

Posted by on 19/11/2013 in ગઝલ

 

પાછા વળો -ઈશિતા દવે


તમને જરા પણ મારું વળગણ હોય તો પાછા વળો,
ને લાગણીનુ કોઈ સગપણ હોય તો પાછા વળો.

આ પાદરે ઊભા રહીને એમ વિચારો નહીં,
તમનેય ગમતું કોઈ જો જણ હોય તો પાછા વળો.

તારા બધા સંબંધ પોતાના કર્યા એને અહિ,
એનો જરા તમને પછી ગણ હોય તો પાછા વળો.

આ એક રસ્તો છે નદી બાજુ, અને આ રણ તરફ,
કઈ બાજુ વળવું એ વિમાસણ હોય તો પાછા વળો,

હા, જો નહીં આવે, હું તો માનીશ પથ્થર છે નક્કી,
જો ભીતરે લીલું જ તોરણ હોય તો પાછા વળો.

છેલ્લા હવે આ શ્વાસ લ્યો તારી ગલીમાં છૂટશે,
એની જરા સરખી ફીકર પણ હોય તો પાછા વળો.

વાર્તા બધી પડતી મૂકી ચાલ્યા ગયા છો ક્યારના,
‘ઈશુ’ અધુરું કોઈ પ્રકરણ હોય તો પાછા વળો.

-ઈશિતા દવે, ભાવનગર.
writerishita30@gmail.com
9429504652

 
3 ટિપ્પણીઓ

Posted by on 06/06/2012 in ગઝલ

 

ઈર્શાદ લખ -ઈશિતા દવે


સાવ કોરા કગળો વચ્ચે મને તુ યાદ લખ,
આપણી વચ્ચે થયેલો કોઈ તો વિખવાદ લખ.

તુ મને પૂછ્યા કરે છે શું લખીને મોકલું ?
હું કહું છું લાગણીનો કોઈ ધીમો સાદ લખ.

આમ, સગપણ તોડવામાં બેવકૂફી છે નરી,
હોય જો મનદુઃખ તો ચોખ્ખી મને ફરિયાદ લખ.

કેમ છો ને કેમ નહિ તે ક્યાં સુધી તું પૂછશે,
જાતની સાથે થયેલો આગવો સંવાદ લખ.

મોરપીંછું મોકલ્યું’તું મે તને બસ યાદમા,
આજ તો તેના ઉપર પ્રેમનો જરા અપવાદ લખ.

જિંદગીનું આજ ભાષાંતર કરી જોયું અહીં,
કોઈ પ્રકરણ જો તને ગમ્યું હોય તો ઈર્શાદ લખ.

રક્ત પાઈને અહીં હું જે ગઝલ જીવાડું ‘ઈશુ’,
કોઈ વેળા એમને તો તું જરા બસ દાદ લખ.

-ઈશિતા દવે, ભાવનગર.
writerishita30@gmail.com
9429504652

 
Leave a comment

Posted by on 06/06/2012 in ગઝલ

 

ગઝલ -ઈશિતાબેન દવે


જો ભર બપોરે આખમા સૂરજ ઢળે તો શુ કરું ?
રસ્તા અચાનકથી બધા પાછા વળે તો શુ કરુ ?

મેં લાગણીના પહેરણ નખશિખ પહેર્યા તે છતાં
આ જિંદગીને સામટા સગપણ મળે તો શુ કરુ ?

હું કેટ્લા વર્ષો સુધી ચાલી, અહીં પહોચી જ છું,
ને દ્વાર પર તે છતાં તાળા મળે તો શુ કરું ?

હોકારા દેવા પુરતુ પણ કોઇ પાસે ના રહ્યું,
હું બોલું તે ખાલી દીવાલો સાંભળે તો શુ કરું ?

લોકો હવે તો ચેન પણ લેવા નથી દેતા ‘ઈશુ’
આ શ્વાસ મારા ચાલતા જોઈ બળે તો શુ કરું ?

-ઈશિતાબેન દવે, ભાવનગર
મો-૦૯૪૨૯૫૦૪૬૫૨

 
1 ટીકા

Posted by on 05/02/2012 in ગઝલ

 

ગઝલ -ઈશિતાબેન દવે


જે છે બધુ એ છોડવામા વાર તો લાગે જ ને,
આ જાત આખી ખોળવામા વાર તો લાગે જ ને.

મે જિંદગી આખી ભલે તડફડ કરી તોડ્યુ બધું,
એકાદ સગપણ જોડવામા વાર તો લાગે જ ને.

વર્ષો પછી આજે ટકોરા કોઇએ માર્યા એથી,
આ બારણાને ખોલવામા વાર તો લાગે જ ને.

બેરંગ મે તો ખુદ કરી તી આયખાની ભીંત ને
એવી દીવાલો ધોળવામાં વાર તો લાગે જ ને.

જેઓ હદયમાથી અહી ઊતરી ગયા છે ક્યારના
ઘર પર છબી એ ચોડવામાં વાર તો લાગે જ ને.

લોકો ગલી ને ગામ, ઉપરથી પહેરો આંખનો
એ બંધનો ને તોડવામાં વાર તો લાગે જ ને

-ઈશિતાબેન દવે, ભાવનગર
મો-૦૯૪૨૯૫૦૪૬૫૨

 
1 ટીકા

Posted by on 05/02/2012 in ગઝલ

 

જવાય છે (ગઝલ-જિજ્ઞાબેન ત્રિવેદી)


જડતો નથી ખુદને હજી ભડકી જવાય છે,

પક્ડું છતાંયે જાતથી સરકી જવાય છે.

રણકાર મારો સાંભળી ગુસ્સે થયા તમે,

ઝાંઝર થયો છું એટલે રણકી જવાય છે.

પગલા અજંપાના કદી સામા મળ્યા હશે,

રસ્તા વચળે એટલે અટકી જવાય છે.

કોરા રહ્યાં ક્યારેય ના વાછટ ભળ્યા પછી,

છે બારણા તો બંધ ને પલળી જવાય છે.

એકાંતનો ઝાંપો કદી ખુલ્લો ન રાખવો,

ભરનિંદરે ભણાકારથી ઝબકી જવાય છે.

 

-જિજ્ઞાબેન ત્રિવેદી, ભાવનગર

09427614969

 
2 ટિપ્પણીઓ

Posted by on 13/11/2011 in ગઝલ

 

નથી માળા મહીં (ગઝલ-ઈશિતા દવે)


બાદબાકી રોજ ખુદની થાય સરવાળા મહીં

હું ય જીવું છું દિવસ ને રાતના ગાળા મહીં.

કોણ કોની વેદનાને સાંભળે એ તું કહે,

સૌ અહીં જીવી રહ્યાં છે લોહી ઉકાળા મહીં.

આકરા છે વાળવા ઈચ્છા તણા આ મૃગજળો,

એ તને દોડાવશે આ ધોમ ઉનાળા મહીં.

છૂટવાને હું મથું છું સ્વના કારગારથી,

ને ખબર નહીં કોણે બાંધી જાતના જાળા મહીં.

છે મરણ, અવસર સમુ તો લોક શાને રોવે ‘ઈશુ’,

હું નથી –નો ગમ છે, કે નથી માળા મહીં.

 

-ઈશિતા દવે, ભાવનગર

૦૯૪૨૯૫૦૪૬૫૨

 
1 ટીકા

Posted by on 13/11/2011 in ગઝલ

 
 
%d bloggers like this: