RSS

Category Archives: કવિતા

ચિત્ર

ગદ્યકાવ્ય સ્પર્ધા


Gadykavy

Advertisements
 

લો આમ જ શું રહેવાનું ? -નેહા પુરોહિત


લો,આમ જ શું રહેવાનું???
ભૂરી ભૂરી આંખે લીલું સપનુ સંઘરવાનુ?? આમ જ શું રહેવાનું??

કેસુડો ત્યાં લૂંબેઝૂંબે ફાગણનો ફેલાયો
પત્થર કાંઠો કેસરિયો થૈ નદી તટે રેલાયો
નિરખવનું મન થતું ને ખળ-ખળ વહી જવાનુ… આમ જ શું રહેવાનું???

હૈયા માહે ધરબી દઉં તો તરણું થૈ ને કોળે
મત્સ્ય સરીખી લાગણીઓ જળ હૈયાના ખંખોળે
મન ઘણુ કે ઢોલ વગાડું…કાન મહી કહેવાનું…આમ જ શું રહેવાનુ???

ઊજાગરો હું ઓઢું શબ્દો જાતેજાતે ચળકે
સહુ પૂછે અંધાર પછેડી મળી છતા કાં મલકે?
બાથ ભરી સૂરજને મારે શા માટે બળવાનું…આમ્જ શું રહેવાનુ???

-નેહા પુરોહિત, ભાવનગર

 
1 ટીકા

Posted by on 15/06/2012 in કવિતા

 

ફુલ ……………. કવિ જલરૂપ


ફુલ
કડી-કડી નું હું ફુલ થાઉં
મન મહેંકીને હું હરખાઉં
સંતોષ માનું છું ,ફુલ થયું.
રાત વીતી ગઈને પ્રભાત થયું
જુદી જુદી છે મારી જાત;
લીલી પીળી છે સુગંધી ભાત
ભમરા ગુંજન કરે માથે;
બાળ ખેલે છે મારી સાથે
કોયલ કુંજન કરે ઝાડે;
હું ખીલું જુદી જુદી ડાળે
કડી-કડી નું હું ફુલ થાઉં
મન મહેંકીને હું હરખાઉં.

કવિ જલરૂપ (મોરબી)
મો. ૯૯૭૯૩ ૧૨૩૮૩

 
Leave a comment

Posted by on 20/01/2012 in કવિતા

 

રાહ -ભાવેશ ભટ્ટ


રાહ

સમય થઇ ગયો છે,
રાહ જુવે છે છત પર સુકાઈ ગયેલા કપડાં,
કોઈ નાં આવી ને લઇ જવાની,
‘કેમ હજી કોઈ આવ્યું નહીં ?
રોજ તો આવી જાય છે’
આસપાસ ની છત નાં બધા કપડાં
હેમખેમ પહોંચી ગયા છે એમના ઘરે !
તોફાની હવા ચાલુ થઇ છે,
શી ખબર ક્યાં ની ક્યાં લઇ જાય !!
પીનો મારેલી છે,
પણ એના પર બહુ ભરોસો નથી,
ઘણી વાર દગો દીધો છે,
સમય થઇ ગયો છે,
પરસેવા થી સુકાઈ ને રાહ જોતો ઉભો છું એક વળાંક પર,
‘હમણાં કોઈ આવી ને લઇ જશે મને…..’
-ભાવેશ ભટ્ટ

 
1 ટીકા

Posted by on 22/08/2011 in કવિતા

 

જિંદગી ની તરસ -રૂપેશ પરમાર


જિંદગીની તરસ

ધોમ તાપમાં માનવીને લાગે તરસ;
પાણી પીને માનવીને લાગે સરસ.

આજની કાલ થઈને બને વરસ;
નાના માંથી મોટું બને કેવું સરસ.

જીવનમાંથી દુર કરો આ અરસ;
જીવન બાકીનું તો લાગશે સરસ.

જિંદગી જીવવા માટે બાંધો ફરસ;
તો બની જશે જિંદગી ઘણી સરસ.

પરમાર રૂપેશ (કવિ જલરૂપ)
વજેપર શેરી નંબર ૨૩
મોરબી ૩૬૩૬૪૧
મો. ૯૯૭૯૩ ૧૨૩૮૩

 
Leave a comment

Posted by on 04/07/2011 in કવિતા

 

ગુજરાત ની ધરા પર… -જિતુ પુરોહિત


ચોમેર શાન્ત રસ છે ગુજરાતની ધરા પર,
વાતાવરણ સરસ છે ગુજરાતની ધરા પર.
સુન્દરતા માણવાને દોડીને આવવાને,
વિદેશીઓ વિવશ છે ગુજરાતની ધરા પર.
ગિરનાર જ્યાં ઊભો છે હિમશિખરોથી જૂનો,
આધ્યાત્મની તરસ છે ગુજરાતની ધરા પર.
સંસ્કૃતિ જેની જગમાં અજવાસ પાથરે છે,
સૌમાં ભરી ધગશ છે ગુજરાતની ધરા પર.
શોધે છે જીવ સૌનો જે તત્વ કેરા અંશો,
એ તત્વ સૌને વશ છે ગુજરાતની ધરા પર.
છે સોમનાથ ઝળહળ ને દ્વારિકા પુરાણી,
ભક્તિનો વહેતો રસ છે ગુજરાતની ધરા પર.
કરતાલ નરશી કેરી મીરાં તણાં મંજીરાં,
ઓળખને માટે બસ છે ગુજરાતની ધરા પર.

૦ જિતુ પુરોહિત

 
Leave a comment

Posted by on 04/07/2011 in કવિતા

 
 
%d bloggers like this: