RSS

“રાજયોગ” (લઘુકથા) -દિવાકર ઉપાધ્યાય

05 જૂન

“રાજયોગ” (લઘુકથા) -દિવાકર ઉપાધ્યાય

શબ્દ સાંભળતા તેના કાન જરૂર ચમક્યા. જીવનમાંકદાચ પહેલીજ વાર આ શબ્દ તેના માટે વપરાયો હતો. પોતાના બાળકોની નાની જરૂરીયાતો પુરી કરવામાં પણ ફાફાં હતા ને ત્યાં વળી આજે મંદિરના પગથીયા ઉપર સામેથી આવતા પંડિતજી એ તેને જોઇને આ શબ્દો ઉચ્ચાર્યા.
થોડે આગળ જતા કોઇ બંગલા માંથી સાદ પડ્યો,
“એ ભાઇ, આ ભંગાર લેશો?”
ભંગાર લેતી વેળાએ તેનું ધ્યાન બંગલાના એક ખુણામાં પડેલી મચ્છરદાની ઉપર ગયું, “આ મચ્છરદાની આપવાની છે?”
દસ રૂપીયામાં ફાટેલી મચ્છરદાની લઇને તે પોતાના ‘ઘર’ સુધી આવ્યો. પતિ- પત્નિએ બે છેડા ફુટ્પાથની દિવાલ ઉપર અને બે છેડા રસ્તા ઉપર ઇંટના ટુકડા ગોઠવીને આજે આ શાહી પથારી બનાવી. તળાવની પાળે વર્ષોથી રહેતા અને વર્ષો જુની મચ્છરદાનીની ઇચ્છા આજે પુરી થઇ હતી. સુતા- સુતા કાનજીના મનમાં આજે સવારે સાંભળેલા શબ્દો પડઘાઇ રહ્યા હતા;
“રાજયોગ”.

Advertisements
 
1 ટીકા

Posted by on 05/06/2013 in લઘુકથા

 

One response to ““રાજયોગ” (લઘુકથા) -દિવાકર ઉપાધ્યાય

  1. પ્રા. દિનેશ પાઠક

    05/06/2013 at 5:40 પી એમ(pm)

    સરસ.

     

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

 
%d bloggers like this: